પંચમહાલના હાલોલમાં દીવાલ ધરાશાયી, એક મહિલાનું મોત એકને ઈજા


એક ખાનગી કંપનીની લોન્ડ્રીમાં કપડા ધોવાની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી.
 

પંચમહાલના હાલોલમાં દીવાલ ધરાશાયી, એક મહિલાનું મોત એકને ઈજા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલઃ પંચમહાલના હાલોલમાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે. તો અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલોલના કંજરી રોડ પર આવેલ ઈન્દ્ર એન્ટરપ્રાઇઝનો આ બનાવ છે. 

એક ખાનગી કંપનીની લોન્ડ્રીમાં કપડા ધોવાની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી. દેસાઈ ફળિયાના 30 વર્ષીય નયના બેન કપડા ધોવાની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન જર્જરિત દીવાલ ઘસી પડી હતી. આ દુર્ઘટનામાં નયનાબેનનું ઘટના સ્થળૅ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મહિલા ને ઇજા પહોંચી હતી. 

આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી. તેમણે કાટમાળ હટાવીને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડી છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news