ગુજરાતની રસીકરણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ, ટુંકમાં જ સાડા ત્રણ કરોડ ડોઝ પુર્ણ થશે

ગુજરાતની રસીકરણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ, ટુંકમાં જ સાડા ત્રણ કરોડ ડોઝ પુર્ણ થશે

* રાજ્યમાં પાંચમી ઓગસ્ટ સુધીમાં ૩.પ૦ કરોડથી વધુ વેકસીનેશન ડોઝ અપાયા 
* એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં પ.૮૧ લાખથી વધુ રસીકરણ ડોઝ

ગાંધીનગર : મુખ્યમંત્રીવિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીનીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકસીન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૩ કરોડ પ૦ લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ર કરોડ ૬૪ પ૭ હજાર ૪૩૯ પ્રથમ ડોઝ અને ૮પ લાખ ૪૩ હજાર પ૯પ બીજો ડોઝ એમ સમગ્રતયા ૩,પ૦,૦૧,૦૩૪ ડોઝ વેકસીનેશન થયું છે.

ગુરૂવારે તા.પમી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં પ.૮૧ લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપીને પણ એક દિવસમાં સૌથી વધુ વેકસીનેશન ડોઝ રાજ્યમાં આપવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં તા.૧૬ જાન્યુઆરી-૨૦૨૧ થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ૬,૨૨,૯૪૯ લાખને પ્રથમ ડોઝ તેમજ પ,૧૦,૬૭૩હેલ્થ કેર વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩,૪૨,૬૧૧ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા ૧૦,૦૫,૬૪૦ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ૧ લી માર્ચ-૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

તા. ૧લી એપ્રિલ-૨૦૨૧ના રોજથી ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૪૫થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ ૧,૨૫,૨૬,૩૭૨ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૬૨,૪૫,૭૬૬ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા. ૧ મે-૨૦૨૧ના રોજથી રાજ્યમાં રાજ્યના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લા માં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી અને તા. ૪ થી જુન-૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે. 

અત્યાર સુધીમાં આ વય જુથના ૧,૧૯,૬૫,૫૦૭ કરોડ પ્રથમ ડોઝ અને ૭,૮૧,૫૧૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ, સમગ્રતયા તા. ૦૫.૦૮.૨૦૨૧ સુધીમાં રાજ્યમાં તમામ જુથોના ૨,૬૪,૫૭,૪૩૯ પ્રથમ ડોઝ તથા ૮૫,૪૩,૫૯૫બીજો ડોઝ મળી કુલ ૩,૫૦,૦૧,૦૩૪ વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news