માતાના મઢ નજીક ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં- 12 ઘાયલ

રવાપર-માતાના મઢ નજીક કાર-જીપ વચ્ચે અકસ્માતઃ 3નાં સ્થળ પર જ મોત નિપજ્યા હતા. 12 ઘાયલ એક ગંભીરને ભુજ ખસેડાયા નખત્રાણાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવકોના સ્થળ પર મોત નીપજ્યાંની ઘટના સામે આવી છે. GMDC ખાણમાં કામ કામગીરી કરતી RPL કંપનીના કર્મચારીઓની ઈસુઝુ કાર અને માંડવીના સલાયાના દર્શનાર્થીઓને લઈ જતી તૂફાન જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. ઈસુઝુ કારમાં ત્રણેક જણાં અને તૂફાન જીપમાં 12 જણાં સવાર હતા. સલાયાના લોકો દયાપર નજીક આવેલી કોરાશરીફની દરગાહે માથું ટેકવવા આવ્યા હતા. 
માતાના મઢ નજીક ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં- 12 ઘાયલ

ભૂજ: રવાપર-માતાના મઢ નજીક કાર-જીપ વચ્ચે અકસ્માતઃ 3નાં સ્થળ પર જ મોત નિપજ્યા હતા. 12 ઘાયલ એક ગંભીરને ભુજ ખસેડાયા નખત્રાણાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવકોના સ્થળ પર મોત નીપજ્યાંની ઘટના સામે આવી છે. GMDC ખાણમાં કામ કામગીરી કરતી RPL કંપનીના કર્મચારીઓની ઈસુઝુ કાર અને માંડવીના સલાયાના દર્શનાર્થીઓને લઈ જતી તૂફાન જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. ઈસુઝુ કારમાં ત્રણેક જણાં અને તૂફાન જીપમાં 12 જણાં સવાર હતા. સલાયાના લોકો દયાપર નજીક આવેલી કોરાશરીફની દરગાહે માથું ટેકવવા આવ્યા હતા. 

દુર્ઘટનામાં ઈસુઝુ કારમાં સવાર બે કર્મચારીઓના સ્થળ પર મોત નીપજ્યાં છે. તુફાન માં એક મહિલાનું મોત સારવાર દરમ્યાન થયું,અન્ય 12 લોકોને નાની-મોટી ઈજા પહોંચતાં તેમને અલગ અલગ એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે ભુજ જી.કે. જનરલ ખસેડાયાં છે. દુર્ઘટનામાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news