વડોદરાવાસીઓએ અયોધ્યાને શણગારી! 350 લોકોની ટીમે 6 રાજ્યોમાંથી મંગાવ્યા 30 હજારથી વધુ ફૂલો
અયોધ્યાને ફુલોથી શણગારવા માટે વડોદરાથી 350 લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે. જેઓ સમગ્ર અયોધ્યાને ફૂલોથી શણગારી રહ્યા છે. ત્યારે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે તેઓ 6 અલગ અલગ રાજ્યમાંથી મંગાવેલા 30 હજારથી વધુ ફૂલો લાવ્યા છે અને તેઓ હનુમાનઢીથી લઈ આખા અયોધ્યાને આજ ફૂલોથી સજાવી દેશે.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી છે. આખી અયોધ્યાનગરી સજી-ધજીને તૈયાર છે. ત્યારે આ અયોધ્યાને ફુલોથી શણગારવા માટે વડોદરાથી 350 લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે. જેઓ સમગ્ર અયોધ્યાને ફૂલોથી શણગારી રહ્યા છે. ત્યારે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે તેઓ 6 અલગ અલગ રાજ્યમાંથી મંગાવેલા 30 હજારથી વધુ ફૂલો લાવ્યા છે અને તેઓ હનુમાનઢીથી લઈ આખા અયોધ્યાને આજ ફૂલોથી સજાવી દેશે.
વડોદરાથી 350 લોકો આવ્યા છે. જે સમગ્ર અયોધ્યા નગરી ને ફૂલોથી સજાવી રહ્યા છે. હનુમાનગઢીથી લઈ અયોધ્યા ધામને સજાવવા લગભગ 30,000 કિલો ફૂલ તેમને અલગ અલગ 5-6 રાજ્યોમાંથી મંગાવ્યા અને હાલ અયોધ્યામાં સેવા કરી રહ્યા છે. સનાતન સેવા ન્યાસ તરફથી લોકોની યાદગીરી માટે જ્યારે 7000થી આમંત્રિત મહેમાનો માટે ભેટની એક કીટ આપવામાં આવશે, એ કીટમાં હશે ચાંદીનો સિક્કો.
ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે સમગ્ર દેશમાં ઉત્સાહ છે કે લોકો રામ લલ્લાને આવકારવા કંઈ પણ કરવા તૈયાર છે, ત્યારે પશ્ચિમ બંગાળનો 25 વર્ષનો યુવક જે 850 કિ.મીનો સફર 14 દિવસમાં ચાલતા પૂર્ણ કર્યા બાદ અયોધ્યાની સીમા સુધી પહોંચ્યો તો અયોધ્યાને 10 કિ.મી બાકી હતા, ત્યારથી બિચ્છુ દંડવત કરતો આવ્યો. 10 કિમી નો રસ્તો કાપવા તેને લગભગ 8 કલાકનો સમય લાગ્યો. ઠંડીમાં તકલીફ થવા છતાં તેને હનુમાનગઢી સુધી બિચ્છુ દંડવત કરી પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે