રંગીલા રાજકોટમાં ડાઘીયા કુતરાનો ત્રાસ વધ્યો! આ જગ્યાએ જતાં હોય તો થોભી જજો, નહીં તો આ વૃદ્ધ જેવી થશે હાલત!

ઈજાગ્રસ્ત વૃદ્ધને પગના ભાગે ત્રણ ટાંકા લેવામાં આવ્યા છે તેમજ ચાર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. આમ રાજકોટ શહેરમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે.

રંગીલા રાજકોટમાં ડાઘીયા કુતરાનો ત્રાસ વધ્યો! આ જગ્યાએ જતાં હોય તો થોભી જજો, નહીં તો આ વૃદ્ધ જેવી થશે હાલત!

ઝી ન્યૂઝ/રાજકોટ: રાજકોટમાં સ્વાનનો આતંક આસમાને જોવા મળી રહ્યો છે અને ડોગબાઇટના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. ત્યારે ફરી એકવાર રાજકોટ શહેરમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. આ વખતે રખડતા શ્વાને પટેલ વૃદ્ધને પોતાના શિકાર બનાવ્યા છે. રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ગીતા મંદિર નજીક રખડતા શ્વાને શરાફી મંડળીએ જઈ રહેલા વૃદ્ધને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. 

ડાઘીયા કુતરાએ બચકું ભરતા વૃદ્ધને પગના ભાગે ઈજા પહોંચી છે. જેના કારણે સારવાર અર્થે સ્થાનિક લોકો દ્વારા 108 ને ફોન કરવામાં આવતા 108 ના માધ્યમથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત વૃદ્ધને પગના ભાગે ત્રણ ટાંકા લેવામાં આવ્યા છે તેમજ ચાર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. આમ રાજકોટ શહેરમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે.

શહેરમાં શ્વાન કરડવાના કેસમાં વધારો
રાજકોટ સહિત રાજ્યમાં હાલની સ્થિતિ રિપોર્ટ અનુસાર શહેરમાં શ્વાન કરડવાના કેસમાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે.રાજકોટમાં જ દરરોજ 16 લોકોને કરડી રહ્યા શ્વાન છે જેમાં કેસના આંકડાની વાત કરીએ તો ડિસેમ્બર 2022માં 330, જાન્યુઆરી 2023માં 357 અને ફેબ્રુઆરી 2023માં 429 કેસ શ્વાન કરડવાના નોંધાયા છે.

ઓપીડી બિલ્ડીંગમાં રેબિસ ક્લિનિક
રાજકોટ શહેરમાં વધતા ડોગ બાઈટના કેસને લઇ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં રેબીસી ક્લિનિક ફાળવવામાં આવ્યું છે. જેના પગલે હવે આગામી દિવસોમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગમાં રેબિસ ક્લિનિક શરૂ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news