OMG! ગુજરાતના આ ગામડામાં ખેતરમાં ભેંસ પ્રવેશતા મામલો બિચક્યો, લાકડીઓ અને ધારિયા ઉછળ્યા
તારાપુર તાલુકાના પાદરા ગામે ખેતરમાં ભેંસ પડતા એક જ કોમના બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં એક શખ્સનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં તારાપુર તાલુકાનાના પાદરા ગામે રસ્તામાં ભેંસ બાંધવા જેવી નજીવી બાબતમાં એક જ કોમના બે પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયુ હતું. જેમા ચાર લોકો ઘાયલ થયા હતા, જયારે એક પ્રોઢનું મોત નિપજતા હત્યાની વાતો વહેતી થઈ હતી. પરંતુ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા પ્રોઢને હાર્ટએટેક આવતા મોત નિપજયું હોવાનો પ્રાથમિક રીપોર્ટ આવતા આ બનાવ અંગે હાલમાં તારાપુર પોલીસ દ્વારા બન્ને પક્ષે દસ આરોપીઓ વિરૂદ્ધ રાયોટીંગ ધારે હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે પ્રોઢનાં મોતની ધટનામાં અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાત છે, તારાપુરના નાનકડા પાદરા ગામની કે જ્યા વહેલી સવારે ગામમાં છેવાડે રહેતા પ્રતાપસંગ કેરીસંગ રાણા કે જેઓનો પોતાના ઘરની પાછળ ઢોરનો તબેલો છે, અને રસ્તામાં ભેંસ બાંધવા બાબતે નટુભા જીલુભા રાણા અને પ્રતાપસંગ કેરીસંગ રાણાનાં પરિ્વાર વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઝધડો ઉગ્ર બનતા બન્ને પરિવારો લાકડીઓ અને ધારિયા લઈને સામ સામે આવી ગયા હતા અને બન્ને જુથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં બન્ને પક્ષનાં ચાર જણા ધાયલ થયા હતા.
આ ઘટના દરમિયાન પ્રતાપસંગ કેરીસંગ રાણાને હાર્ટએટેક આવતા તેઓ બેભાન થઈ જતા ધટના સ્થળે જ મોત નિપજયું હતું જેઓને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં લઈ જતા તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા, આ ધટના બાદ પ્રતાપસંગનાં પરિવારજનોએ તેઓની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
ધટનાની જાણ થતા જ તારાપુર પોલીસ તેમજ ડીવાયએસપી સહીત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક પ્રતાપસંગ રાણાનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પીટલમાં ખસેડયો હતો તેમજ પોલીસે પ્રતાપસંગનાં પરિવારજનોની હત્યાની વાત સાંભળયા બાદ મૃતકનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડી મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવ્યું હતું. જયાં પોસ્ટમોર્ટમનાં પ્રાથમિક અહેવાલમાં પ્રતાપસંગનું હાર્ટએટેકનાં કારણે મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું હતું, આ બનાવમાં પોલીસે બન્ને પક્ષનાં દસ લોકો સામે રાયોટીંગ ધારા હેઠળ ગુનો નોંધી તેમજ પ્રતાપસંગનાં મૃત્યું અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી.
આ અંગે ડીવાયએસપીએ પી કે. દિયોરાએ જણાવ્યું હતું કે રાયોટીંગની ધટનામાં બન્ને પક્ષોએ મોબાઈલથી વિડીયો બનાવ્યા હતા જેની ચકાસણી કરતા તેમજ પોસ્ટમોર્ટમનાં અહેવાલનાં આધારે પ્રતાપસંગની હત્યા નહી પરંતુ રાયોટીંગ દરમિયાન તેઓને હાર્ટએટેક આવતા તેઓનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે