પોરબંદરમાં અમદાવાદથી આવતી ફ્લાઇટ ક્રેશ થઇ અને કોસ્ટગાર્ડે કર્યું દિલધડક ઓપરેશન...
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં બે દિવસીય રીજનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દરિયામાં કોઈપણ આપત્તી વખતે કઈ રીતે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે તેનુ પોરબંદરના મધ દરિયે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.
Trending Photos
અજય શિલુ/પોરબંદર : ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં બે દિવસીય રીજનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દરિયામાં કોઈપણ આપત્તી વખતે કઈ રીતે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે તેનુ પોરબંદરના મધ દરિયે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.ગુજરાતને મળેલા 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે હંમેશા સજ્જ રહેતા ભારતીય કોસ્ટગાર્ડ અને ભારતીય નૌ સેના સહિતની સુરક્ષા એજન્સીઓ માટે કોસ્ટગાર્ડ દ્વારા તારીખ 22 અને 23 જાન્યુઆરી એમ બે દિવસીય રીજનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રથમ દિવસે દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલ તમામ એજન્સીઓ અને માછીમાર આગેવાનો સાથે કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ વર્કશોપમાં અલગ-અલગ પદ્ધતિ વડે સારુ સંકલન કરી કઈ રીતે સર્ચ એન્ડ રેસક્યુ સહિતની કામગીરી કરી શકાય તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે આજે આ વર્કશોપના બીજા દિવસે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતેથી ભારતીય કોસ્ટગાર્ડની શુર, અંકિત, મીરાબહેન, ચાર્લી સીરીઝની 143,437152 શીપો તેમજ ડ્રોનીયર એરક્રાફ્ટ તેમજ ચેતક હેલિકોપ્ટર અને નૌ સેનાની આઈએનએસ કરુઆ શીપ અને એરફોર્સની એમઆઈ-17 હેલિકોપ્ટર સહિત મરીન પોલીસની બોટો દિલધડક ડેમોસ્ટ્રેશન માટે મધ દરિયે પહોંચી હતી. દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલ વિવિધ સુરક્ષા એજન્સીઓમાં સંકલન જળવાઈ રહે તે માટે દર બે ત્રણ વર્ષે આ પ્રકારના રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાનું બજેટ રજુ, ચૂંટણીને ધ્યાને રાખી નાગરિકોને ખુશ કરવા પ્રયાસ
પોરબંદર ખાતે આયોજીત આ બે દિવસીય રીજનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપમાં આજે બીજા દિવસે સર્ચ એન્ડ રેસ્ક્યુના 5 મોડ્યુલનુ દિલધડક ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રથમ મોડ્યુલમાં જ્યારે મર્ચન્ટ વેસલ્સમાં આગ લાગે ત્યારે કઈ રીતે આ આગ પર કાબુ મેળવવામાં આવે છે, તેનુ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જ્યારે બીજા મોડ્યુલમાં કોઈ એકલો વ્યકિત બોટમાંથી કે કોઈ કારણસર દરિયા ડુબતો હોય ત્યારે તેને હેલિકોપ્ટર વડે કઈ રીતે બચાવવામાં આવે છે તે દર્શાવાયુ હતુ. ત્રીજા મોડ્યુલમાં જ્યારે કોઈ શીપમાંથી 10 જેટલા વ્યકિતઓ ડુબતા હોય ત્યારે કઈ રીતે બચાવ કાર્ય થાય છે, તેની જાણકારી આપવામાં આવી હતી. જ્યારે ચોથા અને પાંચમાં મોડ્યુલમાં એવી મોકડ્રીલ કરાઈ હતી. જેમાં અમદાવાદથી આવતી એક ફ્લાઈટ ક્રેશ થાય અને તેમાં 144 પસેન્જર હોય તો તેમાં કઈ રીતે કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કઈ રીતે માસ્ક ઓપરેશન હાથ ધરીને રેસ્ક્યુ કામગીરી કરે છે તેની જાણકારી આપવામાં આવી હતી.
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જે રીતે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ટેબલ ટોકથી લઈને દરિયામાં સર્ચ એન્ડ રેસક્યુ કાર્યનું જે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ, તેને જોતા એટલુ જરુર કહી શકાય કે આ પ્રકારના વર્કશોપથી દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી એજન્સીઓના સંકલનમાં વધારો કરે છે. જેથી જ્યારે દરિયામાં કોઈ દૂર્ઘટના બને ત્યારે સારા સંકલન વડે જ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે