હવે ઘરઆંગણે બનશે પાસપોર્ટ! ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે, અમદાવાદમાં શરૂ થશે હરતીફરતી વાન

અમદાવાદ શહેરમાં હરતીફરતી પાસપોર્ટ કચેરી શરૂ કરાશે, એક વેનમાં જ દસ્તાવેજ સ્કેન કરી ફિંગરપ્રિન્ટ, ફોટો લેવાશે. નવા પાસપોર્ટ માટેની અરજી પણ સબમિટ કરી શકાશે, પાસપોર્ટ ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે અને સમય બચશે. 

હવે ઘરઆંગણે બનશે પાસપોર્ટ! ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે, અમદાવાદમાં શરૂ થશે હરતીફરતી વાન

ઝી બ્યુરો/અમદાવાદ: વિદેશ જવા માટે પાસપોર્ટ ખૂબ જરૂરી દસ્તાવેજ છે. ઘણી વખત જ્યારે તેનો ઉપયોગ કરવાનું થાય ત્યારે ખબર પડે કે કેટલા પાપડ તોડવા પડે છે. આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિજિટલ કરી દીધી છે. પરંતુ હવે ઘરે બેસીને પાસપોર્ટ આરામથી કાઢી શકશો. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત પાસપોર્ટ ઓફિસના ચક્કર કાપવા પડે છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. હવે પાસપોર્ટ બનાવવો સરળ થઈ ગયો છે. સરકારે આ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. હવે પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસના ધક્કા ખાવા નહી પડે. જો તેમે પણ પાસપોર્ટ બનાવવા માંગતા હો તો આ સમાચાર વાંચી લેજો.

આગામી સમયમાં પોલિસી બનશે
અમદાવાદમાં પાસપોર્ટ સેવા વધુ સરળ બનશે. જી હા...ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં હરતી ફરતી વાન શરૂ કરાશે. વિદેશ મંત્રાલય તરફથી પાસપોર્ટ ઓફિસમાં સેવા શરૂ થશે. જેમાં એક હરતી ફરતી વાન પાસપોર્ટની જેમ સુવિધા આપશે. વેનમાં પાસપોર્ટ ઓફિસની જેમ જ દસ્તાવેજ સ્કેન કરી ફિંગર પ્રિન્ટ અને ફોટો લેવાશે. જો કે કેટલી અપોઈન્ટમેન્ટ લેવી, કેટલી વાન અમદાવાદને મળશે તેને લઈને  આગામી સમયમાં પોલિસી બનશે. સિનિયર સિટીઝન માટે આ વેન સૌથી વધુ ઉપયોગી પુરવાર થશે. પાસપોર્ટ વેનમાં પાસપોર્ટ કચેરીનો એક અનુભવી કર્મચારી તેમજ એક ટીસીએસ હાજર રહેશે. ફાઈલ પાસપોર્ટ ઓફિસના ગ્રાન્ટિંગ ઓફિસર મંજૂર કરશે. 

ચંદીગઢ અને પૂણે બાદ અમદાવાદમાં શરૂ થશે પાસપોર્ટ વેન
અમદાવાદમાં પ્રથમ વખત જ હરતી ફરતી પાસપોર્ટ સેવા માટેની સર્વિસ એક્સેલન્સ વેન શરૂ થતાં પાસપોર્ટ ઓફિસમાં પડતો લોડ ઓછો થશે. શહેરમાં હરતી ફરતી વેન શરૂ થવાથી લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર સુધી લાંબા થવું પડશે નહીં અને સમયની પણ બચત થશે. વિદેશ મંત્રાલયે તૈયાર કરેલા પાઈલટ પ્રોજેક્ટ હેઠળ દેશમાં ચંદીગઢ અને પૂણે બાદ અમદાવાદમાં આ હરતીફરતી પાસપોર્ટ વેન સેવા શરૂ કરાશે. આઈટી કંપની ટીસીએસે બનાવેલી આ પાસપોર્ટ વેનને કેવી રીતે ચલાવવી તે અંગે ટૂંક સમયમાં એસઓપી ઘડાયા પછી અમદાવાદ રિજનલ પાસપોર્ટ તેને ખુલ્લી મુકશે. એક મહિનો વેન રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ઊભી રાખવામાં આવશે. 

ઓનલાઈન અરજીમાં વેનનો વિકલ્પ અપાશે
માહિતી મળી રહી છે કે અમદાવાદ ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાસપોર્ટની વધુ અરજીઓ આવતી હોય ત્યાં વેન ફરતી રહેશે. ઓનલાઈન એપ્લિકેશનનું ભારણ વધી જાય ત્યારે આ વેન ઉપયોગી સાબિત થશે. પાસપોર્ટની ઓનલાઇન એપોઇમેન્ટ બુક કરશો ત્યારે વેનનો પણ વિકલ્પ અપાશે. વાન કયા વિસ્તારમાં કેટલા વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે તે વિસ્તારમાં એપોઈમેન્ટ બુક કરતાં અરજદારોએ વેનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news