કાલથી ગુજરાતમાં શરૂ થશે ભારે વરસાદનો નવો રાઉન્ડ! આ વિસ્તારોમાં પડશે, જાણો આજે ક્યા નોંધાયો?

ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. 

કાલથી ગુજરાતમાં શરૂ થશે ભારે વરસાદનો નવો રાઉન્ડ! આ વિસ્તારોમાં પડશે, જાણો આજે ક્યા નોંધાયો?

Gujarat Weather 2024: આજે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. નવસારી, ભરૂચ, વાપી, તાપી, ડાંગ, બોટાદ, અમેરલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર અને વડોદરા સહિતના જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજાનું આગમન થયું. નવસારીના ગણેદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યુ. તો ભરૂચમાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

ભાવનગરના ગારિયાધાર પંથકમાં અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી. તો ગીર સોમનાથના તાલાલા ગીરના માધુપુર અને ધાવા ગીરમાં ધોધમાર વરસાદ વરસ્યો..ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આખા અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડુંગરની સુરવો નદીમાં ચોમાસાની સિઝન દરમિયાન પ્રથમ વખત પૂર આવ્યું છે.

કાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. 

તો સાત દિવસ પછી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. 26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. પવનની દિશાના કારણે હાલ ગરમીના પ્રમાણમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગનું કહેવું છે...

ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ
ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 33માંથી 20 જિલ્લામાં વરસાદની અછત છે, જેમાંથી 13 જિલ્લામાં 20 ટકા કરતા વધુ વરસાદની અછતના હોવાથી ઓરેન્જ અલર્ટમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23 ટકા વરસાદની ઘટ છે.

દેશમાં સૌથી વધુ વરસાદની ઘટ ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર પાંચમાં ક્રમે છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 51 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી સરેરાશ 15.86 ઈંચ જ વરસાદ વરસ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news