મોર્ફ ન્યૂડ ફોટો વાયરલ થવાના ડરે સુરત મહિલા પ્રોફેસરે કરી હતી આત્મહત્યા, જૂહી પકડાતાં નીકળ્યું પાકિસ્તાન કનેક્શન

Surat News: મહિલાએ પોતાનો નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ રેલવેની નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી તો આ મામલે બિહારના ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. 

મોર્ફ ન્યૂડ ફોટો વાયરલ થવાના ડરે સુરત મહિલા પ્રોફેસરે કરી હતી આત્મહત્યા, જૂહી પકડાતાં નીકળ્યું પાકિસ્તાન કનેક્શન

Surat Professor Suicide Case: સુરતની એક યુનિવર્સિટીમાં ભણાવતી મહિલા પ્રોફેસરની આત્મહત્યાના કેસમાં નવો ખુલાસો થયો છે. આંધ્રપ્રદેશમાં રહેતી એક મહિલા પાકિસ્તાનના એક વ્યક્તિના કહેવા પર ન્યૂડ ફોટોનું રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ મહિલાને પકડીને પૂછપરછ કરી રહી છે.

સુરતની મહિલા પ્રોફેસરની આત્મહત્યાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મહિલાએ પોતાનો નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ રેલવેની નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી તો આ મામલે બિહારના ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. 

હવે સુરતના રાંદેર પોલીસે આંધ્રપ્રદેશની જુહી નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે જુહી નામની આ મહિલા પાકિસ્તાનના ઝુલ્ફીકારને પૈસા મોકલતી હતી. સુરતની પોલીસે આ મહિલાને પકડવા મુસ્લિમ પોષાક પહેરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. મહિલા પ્રોફેસર વીર નર્મદ યુનિવર્સિટીમાં ભણાવતી હતી.

દોઢ મહિના જૂનો કેસ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દોઢ મહિના પહેલા મહિલા પ્રોફેસરે આપઘાત કર્યો હતો. સુરતની મહિલા પ્રોફેસરની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. આ પછી, જ્યારે સ્થાનિક પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે મહિલા પ્રોફેસરને તેના મોર્ફ કરેલા ફોટા મોકલીને બ્લેકમેલ કરવામાં આવી હતી. 

આ પછી, પોલીસે સાયબર ટીમની મદદ લીધી અને વધુ તપાસ કર્યા પછી, પોલીસે બિહારના જમુઈથી અભિષેક કુમાર સિંહ, રોશન કુમાર સિંહ અને સૌરભ ગજેન્દ્ર કુમારની ધરપકડ કરી. આ પછી પોલીસ તેમને સુરત લાવી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે આંધ્રપ્રદેશના વિજયવાડાની રહેવાસી જૂહીનું નામ લીધું. જે મહિલા વિજયવાડામાંથી ઝડપાઈ છે. તેનું પૂરું નામ જુહી સલીમ શેખ છે. તેની ઉંમર 30 વર્ષ છે.

પોલીસકર્મીઓએ પોશાક બદલ્યો
આંધ્રપ્રદેશના વિજયવાડામાં રહેતી જુહીના લોકેશન બાદ સુરત પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને લોકલ બનીને જુહીના સંપર્કમાં આવી હતી. આ પછી ટીમે જુહીને ત્યાંથી પકડી અને પછી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવી. પોલીસનો દાવો છે કે જુહી પાસે બે મોબાઈલ ફોન અને બે બેંક પાસબુક છે. 

જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. જુહી પાકિસ્તાનમાં બેઠેલા ઝુલ્ફીકાર નામના વ્યક્તિના સંપર્કમાં હતી અને એપ્લિકેશન દ્વારા રોજના 50 થી 60 હજાર રૂપિયા કમાતી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે જુહી લાંબા સમયથી પાકિસ્તાનમાં રહેતા ઝુલ્ફીકારના સંપર્કમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news