ઉડતા પંજાબ નહીં, ઉડતા ગુજરાત! બુટના સોલમાંથી પોલીસને મળ્યું લાખોનું હેરોઈન
ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ એવી જોશી કંપનીના પુલિયા પાસે સિકંદરાબાદ ટીમ્બર્સ વર્કસ સામેના સર્વિસ રોડ ઉપરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 32 લાખ 10 હજારની કિંમતના 64.20 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે પંજાબના એક આરોપીને પકડી પાડ્યો હતો.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇ-વે ઉપરથી 32.10 લાખના હેરોઇન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ એવી જોશી કંપનીના પુલિયા પાસે સિકંદરાબાદ ટીમ્બર્સ વર્કસ સામેના સર્વિસ રોડ ઉપરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 32 લાખ 10 હજારની કિંમતના 64.20 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે પંજાબના એક આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન જથ્થો આપનાર પંજાબના અને એક ગાંધીધામનો એમ બે આરોપીઓના નામ પણ ખુલ્યા છે. હાલ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને માહિતી મળી હતી જેના આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ ઉપર એવી જોશીના પુલિયા પાસે સિકંદરાબાદ ટિમ્બર વર્કસ સામેના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવીને રૂપિયા 32.10 લાખની કિંમતના 64.20 ગ્રામના હેરોઇન જથ્થા સાથે આરોપી સિમરનજીતસિંઘ ધરમસિંઘ સિંબે રહે ગુરુદ્વારાની પાછળ ચકી વાળી ગલી કાજીકોટ રોડ તરનતારન પંજાબને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછમાં આ જથ્થો આપનાર રાહુલ અને ગાંધીધામના નીરજ ઉર્ફે પંડિત ઓમ પ્રકાશ તિવારીના નામ ખુલ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ હેરોઇનનો જથ્થો એક મોબાઈલ તથા રોકડા રૂપિયા 470 બસ ની ટિકિટ સહિત કુલ રૂપિયા 32,20,470 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ બંને પોલીસ જિલ્લામાં ડ્રગ્સનો વ્યાપ વધ્યો છે બહારથી કચ્છમાં ડ્રગ્સ આવે છે અને અહીં વેચાય અગાઉ પણ ખતરનાક ડ્રગ્સના જથ્થા પકડાયા છે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી માહિતીના આધારે તેમણે એવી જોશી પુલીયા પાસે થી આરોપીને પકડી પાડ્યો હતો.
પંજાબથી હેરોઈનનો જથ્થો અહીં વેચવા આવ્યો હતો અને પકડાયો હતો હવે બે ફરાર આરોપીઓ પકડાય તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે હાલ તો ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે