મોટી દુર્ઘટના ટળી! બાળક રમતા રમતા સાબરમતી નદીમાં પડ્યું, તેને બચાવવા માતા-પિતાએ લગાવી મોતની છલાંગ
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતો એક પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો, તે દરમ્યાન બાળક રમતા રમતા સાબરમતીના પાણીમાં પડ્યું હતો.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ફરી એકવાર અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરીની ઘટના સામે આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા આવેલ એક દંપત્તિ સાથે મોટી દુર્ઘટના ઘટી હતી. આ દંપત્તિ રિવરફ્રન્ટના પારે બેઠું હતું ત્યારે તેમનો લાડકવાયો નાનો દીકરો કોઈ કારણોસર નદીમાં પડી ગયો હતો. ત્યારબાદ પોલીસે બોટ મારફતે રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતો એક પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો, તે દરમ્યાન બાળક રમતા રમતા સાબરમતીના પાણીમાં પડ્યું હતું. બાળકને બચાવવા તેની પાછળ માતા પિતા પણ નદીમાં કુદતા બન્ને ડૂબવા લાગતા પોલીસની સતર્કતાએ આખો પરિવાર બચ્યો હતો. સરદાર બ્રિજ નીચે રિવરફ્ર્ન્ટની બેઠક પર આ પરિવાર બેઠો હતો, ત્યારે આ ઘટના બની હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.સી.આર. ગાડીના ઓ.એસ.ડી. ભરતભાઇ ગંભુભાઇ તથા પો.કો. અરવિંદભાઇ મોતીભાઇ એ રસો નાખી બચાવની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ રીવરફ્ર્ન્ટની બોટને તાત્કાલિક બોલાવી સહી સલામત નદીમાંથી પરિવારને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.
આ ઘટનામાં મહંમદ જુબેર ગુલામ મુસ્તુફા શેંખ નામના વ્યક્તિ પોતાની પત્ની ફરહોના તથા 3 વર્ષના દિકરા મહંમદ યુહાન સાથે રીવરફ્ર્ન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિવરફ્ર્ન્ટ વોક-વેના ભાગે ફરવા માટે આવ્યા હતા. સરદાર બ્રિજ નીચે સ્કાઈલાઈન નજીક રિવરફ્ર્ન્ટ પર બેઠા હતા, તે સમયે વખતે નાનો દીકરો મહંમદ યુહા રમકડા સાથે રમતો હતો. તે દરમિયાન રમકડું સાબરમતી નદીમાં પડતા બાળક પણ સાબરમતી નદીમાં પડ્યું હતું. જેને બચાવવા બાળકની માતા ફરહોના તથા પિતા મહંમદ જુબેર પણ નદીમાં પડ્યા, પરંતુ તેઓને તરતા આવડતુ ન હતુ. જેથી તેઓ ડુબવા લાગ્યા હતા.
આ દરમિયાન રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ રસો નાખી બચાવવાનો પ્રયાસ કર્યો. તે દરમ્યાન રીવરફ્ર્ન્ટ તરફથી રાખવામાં આવેલ બોટ તાત્કાલિક બોલાવી સહી સલામત નદીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આમ ત્રણેયનો જીવ બચાવી ઉત્તમ કામગીરી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે