ટ્રાફિક દંડના નિયમમાં મોટો ફેરફાર, જવાબદાર વ્યક્તિ પાસેથી જ વસુલવામાં આવશે દંડ
Trending Photos
અમદાવાદ : રાજ્ય સરકારે મોટર વેહિકલ એક્ટમાં નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસુલાતા દંડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિકના ગુના બદલ જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસુલાત સમયે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસુલવાનો હતો. હવે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ વસુલાશે.
માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીઓમાં સરળતા લાવવા ભારત સરકારના મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે મોટર વાહન અધિનિયમ 1988માં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં સુધારા કરા માટે ગુજરાત સરકારે પણ અનેક પગલા લીધા છે. જેના કારણે બિનજરૂરી પરેશાની ન થાય તે ધ્યાને લેવાયું છે. નવા કાયદાના અમલીકરણ અનુસંધાને ટ્રાફિકના ગુનામાં સ્થળ પર દંડ ફીના સરળ દરો અમલમાં લાવ્યા છે.
ટ્રાફિકના ગુના માટે જવાબદાર ડ્રાયવર, માલિક કે વાહન સંબંધિત જવાબદાર પાસેથી કાયદાકીય જોગવાઇઓ અનુસાર ગુંચવાડો ન થાય તે હેતુથી આ સરળીકરણ કરાયું છે. જેથી હવે જવાબદાર વ્યક્તિ પાસેથી સ્થળ પર દ દંડ વસુલવામાં આવશે. વાહન ચલાવતા વ્યક્તિ પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.
આ નિયમના અમલીકરણથી અમુક જોગવાઇ સિવાય મોટાભાગના ગુનાઓ માટે વાહન માલિક, ડ્રાઇવર, કંડક્ટર કે પેસેન્જર પાસેથી ડબલ દંડના બદલે ગુના માટે જવાબદાર વ્યક્તિ પાસેથી જ દંડ વસુલવામાં આવશે. આ નિર્ણયથી જાહેર જનતામાં ટ્રાફિકની સભાનતા વધશે ઉપરાંત દંડની વસુલાતમાં પણ પારદર્શિતા આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે