તમારા ઘરમાં તો નથી' ને નકલી જીરુ, મહેસાણા જિલ્લાના ઊંઝામાં ઝડપાયું સૌથી મોટું ગોડાઉન

ફૂડ સેફ્ટી ઓફિસર એસ .બી. પટેલ એ આ બનાવટી જીરુ નો નમુનો લઈ જરૂરી પૃથ્થકરણ માટે ખોરાક વિભાગની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તમારા ઘરમાં તો નથી' ને નકલી જીરુ, મહેસાણા જિલ્લાના ઊંઝામાં ઝડપાયું સૌથી મોટું ગોડાઉન

ઝી બ્યૂરો/મહેસાણા: ઊંઝા સમગ્ર રાજ્યમાં ત્યાંના જીરા માટે જાણીતું છે. પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા છે, તેનાથી તમારી ઉંઘ હરામ થઈ જશે અને તમે પણ તમારા ઘરમાં પડેલી વસ્તુને શંકાની નજરે જોશો. રાજયના ખોરાક ઔષધ નિયમનતંત્ર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુકત આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે આશયથી તંત્ર દ્વારા નિયમિત રીતે દરોડા પાડવામાં આવે છે. 

જેના ભાગરૂપે તંત્રને મળેલી બાતમીના આધારે ઊંઝા ખાતેથી આશરે રૂપિયા પાંચ લાખનો બનાવટી જીરાનો 3360 કિલો જથ્થો જપ્ત કરાયો છે. જપ્ત કરાયેલા નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલાયા અહેવાલ આવ્યેથી કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે.

ડૉ.કોશિયા એ ઉમેર્યું કે, ઊંઝા ખાતે દાસજ રોડ ઉપર એક ગોડાઉનમાં બનાવટી જીરુંનો જથ્થો સંગ્રહ કરવામાં આવેલ છે. તેવી બાતમીને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા દરોડો પાડીને રૂબરૂ તપાસ કરતા સ્થળ ઉપર મંગલમૂર્તિ ગોડાઉનમાં જય દશરથભાઈ પટેલ નામના વ્યકિત પાસેથી બનાવટી જીરુંનો 48 બોરીમાં 3360 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હતો , જે જથ્થો જપ્ત કરાયો છે.

ફૂડ સેફ્ટી ઓફિસર એસ .બી. પટેલ એ આ બનાવટી જીરુ નો નમુનો લઈ જરૂરી પૃથ્થકરણ માટે ખોરાક વિભાગની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. આ નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગોડાઉનમાંથી 3,360 કિલો નકલી જીરાનો જથ્થો ઝડપાયો છે. રૂપિયા 5.04 લાખનો નકલી જીરાનો જથ્થો ઝડપાયો છે. વરીયાળીમાં સિમેન્ટ-ગોળની ભેળસેળ કરી નકલી જીરું બનાવાતું હતું. હાલ મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news