સસ્તા મકાનની લાલચ આપે તો ચેતજો! આવાસ યોજનાના નામે ઠગાઈ, AMC ઓફિસમાં ખેલાયો ખેલ
અમદાવાદના ઘરની જરૂરીયાત વાળા લોકો સાથે છેતરપિંડી આચરી છે. તમામ લોકોને એવી આશા હતી કે તેમને હવે તેમને પોતાના સપનાનું ઘર મળી જશે અને તેવી જ આશા તેમજ લાલચે તેઓને લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે અને પોલીસ કાર્યવાહીની પળોજણમાં પડ્યા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: AMC આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે છેતરપિંડી કરતી એક મહિલા સહિત 3ની ટોળકીને કારંજ પોલીસે પકડી પાડી છે. 35 જેટલા ઘરની જરૂરિયાત મંદોને ઓળખાણ અને પૈસાથી મકાન આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી છે. જીવનમાં અમદાવાદમાં પોતાનું ઘર કરવું એ દરેકની ઈચ્છા હોય છે અને પોતાનું સપનાનું ઘર કરવા માટેથી વ્યક્તિ તનતોડ મહેનત કરી પૈસા ભેગા કરી પોતાનું ઘર કરવા પ્રયાસ કરતો હોય છે, ત્યારે જ અમદાવાદની કારંજ પોલીસે આવા લોકોના સપનાની સાથે રમત રમતી ટોળકીની ધરપકડ કરી છે કેમ કે આ ટોળકીએ અમદાવાદના ઘરની જરૂરીયાત વાળા લોકો સાથે છેતરપિંડી આચરી છે. તમામ લોકોને એવી આશા હતી કે તેમને હવે તેમને પોતાના સપનાનું ઘર મળી જશે અને તેવી જ આશા તેમજ લાલચે તેઓને લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે અને પોલીસ કાર્યવાહીની પળોજણમાં પડ્યા છે.
ફરિયાદીઓને amcની કચેરીની કેન્ટીનમાં પલ્લવીબેન સોલંકી, મુસ્તાક બેગ મિર્ઝા અને રોહિત ત્રિવેદી નામના લોકો સાથે સંપર્ક થયો હતો. આ તમામે ફરિયાદીઓને જણાવ્યું હતું કે તેમનું amc ઓફિસમાં ખુબ સારો પરિચય છે અને તેમનું દરેક કામ amc કચેરીમાં થઇ જ્યા છે. તમારે આવાસ યોજના અંતર્ગત જો મકાન જોયે તો છે તો અમે કહીએ તેમ કરો તો તમને મકાન મળી જશે અને બસ આ બાતમાં આ તમામ ફરિયાદીઓ તેમની લોભામણી વાતમાં આવી ગયા હતા.
આ લોકોએ મકાન મેળવવા માટેથી એક લાખથી લઇને 2 લાખ સુધીની રકમ ચૂકવી હતી અને આ ટોળકીએ એક સ્કીમ આપી હતી કે જો 1 bhk મકાન જોયે તો 8 લાખ આપવા પડશે અને 2bhk જોઈએ તો 18 લાખ આપવા પડશે. જેના માટેથી ફરિયાદીઓએ પોતાની જરૂરિયાત મુજબ એકથી બે લાખ સુધીની રકમ ચૂકવી હતી અને બધાને ખોટા લેટર પણ આપવામાં આવ્યા હતા. જેમાં amc ના સહી સિક્કા હતા અને જેમાં તેમને ઘર મળી ગયું હોય તેવું લખાણ પણ લખવામાં આવેલું છે. જોકે બાદમાં લોકોને ખ્યાલ આવતા સમગ્ર મામલો કારંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. કારંજ પોલીસે પલ્લવીબેન સોલંકી, મુસ્તાક બેગ મિર્ઝા અને રોહિત ત્રિવેદીની ધરપકડ કરી છે, તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ તેમજ ભોગ બનનારના કહેવા મુજબ પલ્લવીબેન સોલંકી અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠની ઓફિસની કેન્ટિંગમાં તમામ લોકોને મળતા હોય છે અને તેમની ઓળખાણ કોર્પોરેશનમાં હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લેતા હોય છે અને તેમની સાથે મુસ્તાકબેગ અને રોહિત ત્રિવેદી પણ હોય છે. હાલ તો કારંજ પોલીસે સમગ્ર મામલે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ ટોળકી દ્વારા કેટલા લોકોને સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તેમજ અમદાવાદ મહાનગરપાલિકાનો બનાવટી લેટર કઈ રીતે બનાવવામાં આવ્યો છે અને આ ઠગ ટોળકી સાથે ખરેખર મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી સંતવાવેલો છે કે કેમ તે તમામ મુદ્દાઓ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે