બનાસકાંઠા: માસીયાઇ ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી બંન્નેએ ખેતરમાં...
Trending Photos
બનાસકાંઠા : ડીસાના કંસારી ગામે ખેતરમાં પ્રેમી યુગલે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આંબાના ઝાડની ડાળીએ ફાંસો ખાઇને બંન્ને યુગલો દ્વારા આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીનો પરિવાર કંસારી ગામના એક ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવતીનો પરિવાર મુળ રાજસ્થાનનો વતની છે. જ્યારે મૃતક યુવક પણ મુળ રાજસ્થાનનો જ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે મૃતક યુવક પણ રાજસ્થાનનો વતની અને યુવતીનો માસીનો દિકરો હોવાની વાત સામે આવી રહી છે. બંન્ને માસીયાઇ હોવાનાં કારણે પ્રેમ પુર્ણ નહી થઇ શકે તેવી આશંકાએ બંન્નેએ આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે.
ઘટના અંગે માહિતી મળતા ડીસા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. હાલ બંન્નેનાં મૃતદેહો ઉતારીને બંન્નેનેા દેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પરિવારનાં લોકોની પુછપરછ આદરવામાં આવી છે. હાલ આ મુદ્દે પોલીસ તપાસ ચલાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે