એવો ચિટર ડાયરેક્ટર કે તેના પોતાના જીવન પર બની શકે ફિલ્મ, અડધા અમદાવાદની ગાડીઓ વેચી નાખી

એવો ચિટર ડાયરેક્ટર કે તેના પોતાના જીવન પર બની શકે ફિલ્મ, અડધા અમદાવાદની ગાડીઓ વેચી નાખી

* જાણીતા ફિલ્મ ડાયરેકટર વિરુદ્ધ ફરિયાદ
* મહિલાની ક્રેટા કાર ભાડે લઇને ભાવનગરમાં વેચી દીધી
* ઢોલીવુડ અને બોલીવુડમાં ફિલ્મ ડાયરેક્ટર તરીકે જાણીતા થયેલા યશ વૈધની ચિંટીગની પોલ ફરી ખુલી
* અલગ અલગ રાજ્યોમાં નામ બદલીને  ફિલ્મ ડાયરેક્ટર યશ વૈધે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યાનો આરોપ

મૌલિક ધામેચા/અમદાવાદ : વસ્ત્રાપુરમાં ફિલ્મ ડાયરેક્ટરએ વધુ એક મહિલા સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેબસીરીઝના શુટીંગ કરવાના બહાને 18 લાખની ગાડી લઈ ગયો અને ખોટા દસ્તાવેજ બનાવીને ₹8 લાખમાં વેચી દીધી હતી. ફિલ્મ ડિરેક્ટર યસ વૈધ વિરુદ્ધ અગાઉ પાલડી અને હવે વસ્ત્રાપુર માં એક મહિલા સાથે ઠગાઈ કરી હતી. અને ફરી એક વખત આરોપી લાગ્યો છે યશ વૈદ્ય સામે કે  હૈદરાબાદમાં વેબસીરીઝ બનાવવાની હોવાનું કહીને યશ વૈધે મહિલા પાસેથી ક્રેટા કાર લઇ ગયો હતો. જે કાર સમયસર પરત નહી આપતા ભાવનગરના એક વ્યકિતને વેચી દીધી હતી. મહિલાએ જાતે જ તપાસ કરીને કારનો પતો લગાવ્યો હતો. અને અંતે ડાયરેક્ટર યશ વિરૂદ્ધ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. 

ઘટનાની વાત કરીએ બોડકદેવ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા નીતાબેન શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યશ વૈધ નામના ફિલ્મ ડાયરેક્ટર વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી છે. નીતાબેને વર્ષ 2018માં ક્રેટા કાર ખરીદી હતી. જેને ડાયરેક્ટર યશ વૈધે બારોબાર વેચી દીધી હતી. યશ વૈધ અને નીતાબેન વચ્ચે એક ઇવેન્ટમાં પરિચયમાં આવ્યા હતા. બન્નેએ અનેક ઇવેન્ટ અને ફિલ્મોમાં કામ કર્યું છે. જેથી યશએ હૈદરાબાદમાં વેબસીરીઝ બનાવવાની હોવાનું કહીને 20 દીવસ માટે ક્રેટા કાર નીતાબેન પાસેથી લઇ ગયો હતો. પરંતુ હૈદરાબાદ ના બદલે ભાવનગર માં જઈને ખોટા દસ્તાવેજ ના આધારે મામલતદાર અલ્પેશ ભટ્ટ ને 18 લાખની ગાડી 8 લાખમાં વેચી દીધી . અને આ પૈસાથી સુરતમાં ઓફીસ અને ઘર ભાડે લીધું અને 6 લાખની પોતાની નવી ગાડી ખરીદી હોવાનું ખુલ્યું.

ઠગ ડાયરેકટ ગાડી લઈ જઈને ફોન બંધ કરી દેતા નીતાબેનને શંકા જતા તેમને આરટીઓની એપ્લીકેશન ચેક કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યુ હતું કે ક્રેટા કારનો વીમો ભરાયો છે. નીતાબેન વીમા કંપનીમાં જઇને તપાસ કરી તો મુકેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટે વિમો ભર્યો છે. નીતાબેને મુકેશને ફોન કરીને પુછ્યુ તો આ કાર ભાવનગરમાં રહેતા અલ્પેશ ભટ્ટના નામે ટ્રાન્સફર કરવાની છે. જે ભાવનગરમાં મામતદાર છે. નીતાબેને તેમનો સંપર્ક કર્યો તો ખબર પડી કે યશએ નિતાબેનને પત્ની બનાવીને ખોટા દસ્તાવેજ બનાવીને  આઠ લાખ રૂપિયામાં આ કાર નોટરી કરીને વેચી દીધી છે. 

આ પ્રકારે નિતાબેને યશનો ભાંડો ફોડી દીધો હતો. મહત્વનું છે કે, અગાઉ યશ વૈધે નિવૃત મહિલા શિક્ષકને સસ્તામાં કાર અપાવાનું કહીને 2.90 લાખ પડાવ્યા હતા. જેની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યશ પાસે અલગ અલગ નામના ત્રણ પાસપાર્ટ છે. અને દરેક રાજ્યમાં અલગ અલગ નામ ઉભા કરીને ચીંટીગ કરે છે. યશે ચંદીગઢમાં હેરી ભટ્ટના નામે ચીંટીગ કર્યુ હતું જ્યારે અવિનાશ ભટ્ટ અને રાહુલ ભટ્ટના નામે પણ ચિંટીગ આચર્યુ છે. યશના બોલીવુડ અભિનેતા સાથે ફોટોગ્રાફ્સ છે જ્યારે ગુજરાતી સંખ્યાબંધ ફિલ્મોમાં પણ તેને ડાયરેક્ટર છે. ફિલ્મ રહસ્ય, છેલ્લો કાડીયાગ્રામ જેવી ગુજરાત ફિલ્મના નિમાર્તા છે. આ ફિલ્મી નિર્માતા રિયલ લાઇફનો વિલન નીકળ્યો છે. હાલ ભુજ જેલમાં બંધ હોવાથી વસ્ત્રાપુર પોલીસે તેની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવવા ની કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news