5 વર્ષની દિવ્યાંગ બાળકીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો, માતાએ ઊંચકીને ફેંકતા પાંસળીઓ તૂટી ગઈ
સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી બિલકિસ બાનું મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવતી હતી. તેને સંતાનમાં પાંચ વર્ષની બાળકી પણ હતી. જો કે આ બાળકી જન્મજાત દિવ્યાંગ હતી
Trending Photos
ચેતન પટેલ/સુરત: વેડરોડ વિસ્તારમાં થયેલી માસુમ બાળકીની હત્યામાં એક નવો ખુલાસો થયો છે. આ માસુમ બાળકીની હત્યા બીજું કોઈ નહીં પરંતુ તેણીની માતાએ તેની હત્યા કરી નાખી હતી. બાળકી જનમજાત દિવ્યાંગ હતી અને તે પોતે ચાલી શકતી ન હતી. વારંવાર ક્રોધમાં આવી જઈ માતા આ માસુમ બાળકીને માર મારતી હતી. તે દરમિયાન બાળકી રાડારોડ કરતાં માતાને ક્રોધ આવ્યો હતો અને તેને ઊંચકીને ફેંકી હતી. જેને કારણે બાળકીને પેટ અને પાસળીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી બિલકિસ બાનું મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવતી હતી. તેને સંતાનમાં પાંચ વર્ષની બાળકી પણ હતી. જો કે આ બાળકી જન્મજાત દિવ્યાંગ હતી અને તે પોતે ચાલી પણ શક્તિ ન હતી. બાળકીની હાલત એ રીતે દયનિય હતી કે તે ઘરમાં ગમે તે જગ્યાએ બાથરૂમ કરી દેતી હતી. દરમિયાન બિલકીશ પોતે બજારમાં ગઈ હતી. જેથી આ બાળકીને તે પોતે બાજુમાં રહેતી પડોશીને ત્યાં મૂકીને ગઈ હતી. જોકે ત્યારબાદ બિલકીસ બાળકીને તેના ઘરે લઈ ગઈ હતી.
જ્યાં બાળકી સતત રડ્યા કરતી હતી જેથી માતાને ગુસ્સો આવ્યો હતો અને આ બાળકીને ઊંચકીને ફેંકી હતી .આ બાળકીને પેટ અને પાસળીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી .એક કલાક બાદ બાળકીને ખેંચ જેવું આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં સારવાર દરમિયાન આ બાળકીનો મોત નીપજ્યું હતું.
બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ ચોક બજાર પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી શરૂઆતમાં પરિવારજનોએ ખેંચ આવતા બાળકીનું મોત થયું હોવાનું રટણ રટ્યું હતું જોકે ત્યારબાદ પોલીસે બાળકીનું પેનલ પીએમ કરાવ્યું હતું જેમાં બાળકીને પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયુ હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી આખરે બિલકીસે પોતે આ બાળકીને ક્રોધમાં આવી જઈ ફેકતા તેને ઈજા થઈ હોવાનું કબુલાત પોલીસ સમક્ષ કરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી તેને જેલ ભેગી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે