ગાંધીનગરમાં નવા 9 કેસ નોંધાયા, વાવોલમાં આજથી ત્રણ દિવસ દૂધ અને દવા સિવાય કંઇ નહી મળે

ગાંધીનગરમાં એક દિવસમાં નવ કેસ સામે આવતાં ગાંધીનગરમાં વાવોલ ગામે આજથી લોકડાઉનનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાવોલ ગામમાં આજથી ત્રણ દિવસ દુધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. ગ્રામજનોને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં નવા 9 કેસ નોંધાયા, વાવોલમાં આજથી ત્રણ દિવસ દૂધ અને દવા સિવાય કંઇ નહી મળે

હિતલ પારેખ, ગાંધીનગર: ગાંધીનગરમાં નવા 9 કેસ સામે છે. જેમાં કુડાસણમાં એક જ પરિવારના ત્રણ સભ્યો, રાંદેસણમાં એક યુવતી, નાના ચીલોડા, સેક્ટર 24માં એક-એક કેસ તેમજ કલોલમાં ત્રણ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 50એ પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 7026એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 425 છે. આ સાથે જ કુલ 1709 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

ગાંધીનગરમાં એક દિવસમાં નવ કેસ સામે આવતાં ગાંધીનગરમાં વાવોલ ગામે આજથી લોકડાઉનનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાવોલ ગામમાં આજથી ત્રણ દિવસ દુધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. ગ્રામજનોને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આદેશને પગલે કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસના સહયોગથી ગામામં કોઇને પ્રવેશ આપવામાં આવતો નથી. 

ગઇકાલે સાંજ સુધી અમદાવાદ જિલ્લામાં 275 કેસ નોંધાયા હતા. અરવલ્લીમાં 25, ભાવનગરમાં 1,દાહોદમાં 4, દેવભુમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડામાં 3, રાજકોટમાં 2, સુરતમાં 45, વડોદરામાં 19, બનાસકાંઠામાં 3, રાજસ્થાનમાં 1, આ પ્રકારે કુલ 388 કેસ નોંધાયા હતા. આ પ્રાકરે કુલ 7013 દર્દીઓ પૈકી 26 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 4853 સ્ટેબલ છે. 1709 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે અને 425 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજસ્થાનનો એક દર્દી ગુજરાત સરકારે દેખાડતા આશ્ચર્ય ફેલાયું હતું. તેની ગણત્રી સરકારે પોતાની ટોટલમાં કરી હતી પરંતુ તેને રાજસ્થાનનો દર્શાવાયો હતો. જેથી પત્રકારોમાં પણ ચર્ચા ચાલી હતી. જો કે આ અંગે હજી સુધી સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા આવી નથી.

ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૫૫૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૭૦૧૩ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૯૩૫૪૦ લોકો નેગેટિવ આવ્યા છે. કોરોના અંગેની વૈશ્વિક વાત કરીએ તો વિશ્વમાં કુલ ૭૧૪૬૩ નવા કેસ નોંધાયા છે, ભારતમાં ૩૫૬૧ નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં ૩૮૮ નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વનાં કુલ ૩૫૮૮૭૭૩ કુલ કેસ થયા છે. ભારતમાં ૫૨૯૫૨ કેસ અને ગુજરાતમાં ૭૦૧૩ કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં નવા ૪૧૦૨ લોકોનાં મરણ થયા છે આ આંકડો ભારતમાં 89અને ગુજરાતમાં ૨૯ છે. આ પ્રકારે કોરોનાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વિશ્વમાં ૨૪૭૫૦૩ પર પહોંચ્યો છે, ભારતમાં ૧૭૮૩ અને ગુજરાતમાં ૪૨૫ લોકોનાં મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news