વલસાડમાં જ્વેલર્સનાં શોરૂમમાંથી 80 લાખની ચોરીથી ચકચાર
શહેરનાં પારડી વિસ્તારમાં ચોરીની ચકચારી ઘટના બનતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું છે. પારડી શહેરમાં આવેલ જલારામ જ્વેલર્સમાં 80 લાખ જેટલી મોટી રકમની ચોરી થઇ હતી. પરિવાર શોરૂમ બંધ કરીને બહાર ફરવા ગયો હતો ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જ્વેલરની આખી દુકાન જ સાફ કરી ગયા હોવાનું સામે આવ્યું છે. અંદાજે 80 લાખથી પણ વધારેની મતા ચોરાય હોવાની ફરિયાદ જ્વેલર્સનાં શોરૂમ માલિક દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે હાલ તો તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઇ ગયા હોવાથી પોલીસ માટે તપાસ કરવી એક મુશ્કેલ કામ બન્યું છે.
Trending Photos
જય પટેલ/વલસાડ : શહેરનાં પારડી વિસ્તારમાં ચોરીની ચકચારી ઘટના બનતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું છે. પારડી શહેરમાં આવેલ જલારામ જ્વેલર્સમાં 80 લાખ જેટલી મોટી રકમની ચોરી થઇ હતી. પરિવાર શોરૂમ બંધ કરીને બહાર ફરવા ગયો હતો ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જ્વેલરની આખી દુકાન જ સાફ કરી ગયા હોવાનું સામે આવ્યું છે. અંદાજે 80 લાખથી પણ વધારેની મતા ચોરાય હોવાની ફરિયાદ જ્વેલર્સનાં શોરૂમ માલિક દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે હાલ તો તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઇ ગયા હોવાથી પોલીસ માટે તપાસ કરવી એક મુશ્કેલ કામ બન્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે