ગાંધીનગર અને અમદાવાદને જોડતા એસ.જી હાઇવે પર 867 કરોડના ખર્ચે બનશે 6 ફ્લાયઓવર, સમયની થશે બચત
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એ.જી હાઇવેને 6 માર્ગીય રસ્તા સાથે ફ્લાયઓવર અને એલિવેટે કોરિડોરવનું સી.એમ વિજય રૂપાણી દ્વારા ખાત મૂહુર્ત કરવામાં આવ્યું હતું.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એ.જી હાઇવેને 6 માર્ગીય રસ્તા સાથે ફ્લાયઓવર અને એલિવેટે કોરિડોરવનું સી.એમ વિજય રૂપાણી દ્વારા ખાત મૂહુર્ત કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ આ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે, ચિલોડા થી સાંણંદ સુધીનો 6 માર્ગીય લાંબો રોડ બનાવાની કોઇને કલ્પના પણ નહોતી, આ રોડનું નિર્માણ થવાથી ઓછા સમયમાં ગાંધીનગર થી અમદાવાદ સુધીનો રોડ 6 માર્ગીય બનતા સમયની બચત થશે.
40કિમીના રોડ પર બનશે 6 ફ્લાયઓવર
ગાંધીનગરથી અમદાવાદને જોડતા 6 ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોરનું સીએમ વિજય રૂપાણીએ ખાતમૂહુર્ત કર્યું છે. મુખ્યમંત્રીના હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ પાસેથી તમામ કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે 44 કિલોમીટર લાંબા ધોરી માર્ગ પર 867 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં ઇન્ફોસિટી, સરગાસણ અને ઉવારસદ પાસે ફ્લાયઓવર બનશે તેમજ અમદાવાદમાં વૈષ્ણોદેવી, પકવાન અને સાણંદ ઉજાલા જંકશન પર કોરીડોર બનાવવામાં આવનાર છે. તમામ ફ્લાયઓવર એલીવેટેડ કોરીડોર હશે. તેમજ સોલા ભાગવતથી થલતેજ અંડરપાસ સુધી4.18 કિલોમીટરનો કોરીડોર હશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે