કેમિકલ કાંડના 2 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર, શું થશે મોટા ખુલાસા?

કેમિકલ કાંડમાં આજે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે ભાવનગરની હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. બરવાળાના પોલારપુર ગામના ગિરીશ નામના વ્યક્તિનું મોત થયું છે અને આ સાથે જ કુલ મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે.

કેમિકલ કાંડના 2 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર, શું થશે મોટા ખુલાસા?

મૌલિક ધામેચા/બોટાદ: બરવાળા કેમિકલ કાંડમાં આજે મુખ્ય બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ બરવાળા કોર્ટે મંજુર કર્યા છે. આજે ગજુબેન પ્રવીણભાઈ વડોદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. બીજી બાજુ પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

નોંધનીય છે કે, કેમિકલ કાંડમાં આજે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે ભાવનગરની હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. બરવાળાના પોલારપુર ગામના ગિરીશ નામના વ્યક્તિનું મોત થયું છે અને આ સાથે જ કુલ મૃત્યુઆંક 42 પર પહોંચ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 42 લોકોનાં મોત થયા છે. 

જેમા બોટાદના 32 અને ધંધુકાના 10 વ્યક્તિના મોત થયા છે. 97 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે.

રોજિદ ગામમાં ગજુબેને કેમિકલ પોતે લોકોને આપ્યું હતું. આ કેમિકલ ગજુબેને પીન્ટુ અને લાલ પાસેથી ખરીદ્યું હતું. જેમાં 32 જેટલા મોત મામલે બરવાળા અને રાણપુરમાં પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અલગ અલગ 21 જેટલા લોકોની પૂછપરછ ચાલુ કરી છે. બરવાળાની ફરિયાદમાં 13માંથી 7 આરોપીની ધરપકડ અને રાણપુરમાં 11 લોકો સામેની ફરિયાદમાંથી 6 લોકોની ધરપકડ કરી છે. આ કેમિકલ માંથી કોઈ દારૂ બનાવાયો નથી. કેમિકલ સીધો પાણીમાં નાખી પીવામાં આવ્યું હતું.

કેમિકલ કાંડમાં વધુ 2 આરોપીઓની ધરપકડ
કેમિકલ કાંડમાં આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પિન્ટુ ગોરાહવા અને બુટલેગર ગજુ વડદરિયાને કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવાયા હતા. પોલીસે વધુ તપાસ માટે બન્ને આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પિન્ટુ ગોરાહવા એ મહિલા બુટલેગર ગજુ વડદરિયાને મિથેનોલ આલ્કોહોલ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news