રાજકોટ સિવિલમાં બેન્ઝ સર્કિટથી 50 દર્દીઓ થયા સાજા, દર્દીઓ માટે આશીર્વાદરૂપ

વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે ડોક્ટરો હવે પોતાની કોઠાસૂઝ વાપરી નવી જ પદ્ધતિથી દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. ઓપરેશન થિયેટરમાં વપરાતી બેન્ઝ સર્કિટ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.

રાજકોટ સિવિલમાં બેન્ઝ સર્કિટથી 50 દર્દીઓ થયા સાજા, દર્દીઓ માટે આશીર્વાદરૂપ

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં કોરાના (Coronavirus) ની બીજી ઘાતક લહેરમાં દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. ગંભીર દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. બીજી તરફ વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે ડોક્ટરો હવે પોતાની કોઠાસૂઝ વાપરી નવી જ પદ્ધતિથી દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. ઓપરેશન થિયેટરમાં વપરાતી બેન્ઝ સર્કિટ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. રાજકોટ સિવીલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) માં બેન્ઝ સર્કિટની સારવાર થી 50 કરતા વધુ દર્દીઓ સાજા થયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ બેન્ઝ સર્કિટનો કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગ લેવામાં આવી રહ્યો છે.

કોરોના (Coronavirus) ની બીજી લહેરમાં કોરોના દર્દીઓમાં ઓક્સિજન (Oxygen) લેવલ ઘટી જવાની સમસ્યાઓ સામે આવી છે. એક તરફ ઓક્સિજનની અછત છે. બીજી તરફ વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે ડોક્ટરો હવે પોતાની કોઠાસૂઝ વાપરી રહ્યા છે. ઓપરેશન થિયેટરમાં વપરાતી બેન્ઝ સર્કિટ થી દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. જે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે. 

રાજકોટ સિવીલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) નાં સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવીલ હોસ્પિટલમાં બેન્ઝ સર્કિટની મદદથી કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. જેમાં 50 જેટલા દર્દીઓ સારવાર લઇને સાજા થયા છે. જ્યારે અન્ય દર્દીઓને પણ બેન્ઝ સર્કિટ થી સારવાર કરવામાં આવી રહી છે. બેન્ઝ સર્કિટનો ઉપયોગ કરવાથી ઓક્સિજનનો બગાડ અટકે છે અને દર્દીને પૂરતો ઓક્સિજન મળી રહે છે.

બેન્ઝ સર્કિટથી દર્દીને પૂરતો ઓક્સિજન મળે છે
વેન્ટિલેટર અને બાઇપેપથી પૂરતો ઓક્સિજન દર્દીને મળે છે. પરંતુ હાલ બંનેની તંગી રાજકોટ (Rajkot) માં વર્તાઇ રહી છે. ત્યારે ડો.સંદિપ હરસોડાએ ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતા બેન્ઝ સર્કિટનો ઉપયોગ કરતા જાણવા મળ્યું કે આનાથી દર્દીને પૂરતો ઓક્સિજન મળી રહે છે. આ પદ્ધતિ વેન્ટિલેટર અને બાઇપેપનો પર્યાય બની છે. 

હાલ સંદિપ હરસોડા દ્વારા બેન્ઝ સર્કિટના ઉપયોગ હેઠળ 12 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. બેન્ઝ સર્કિટનો ઉપયોગ ICU વોર્ડમાં કરવામાં આવી રહ્યો છે. જેમાં વેન્ટિલેટરના માસ્ક સાથે બેન્ઝ સર્કિટને કનેક્ટ કરવામાં આવે છે. ડો.સંદિપ હરસોડાએજણાવ્યું હતું કે, સામાન્ય રીતે બેન્ઝ સર્કિટનો અમે ઓપરેશન થિયેટરમાં એનેસ્થેટિકમાં ઉપયોગ કરતાહોઇએ છીએ. હાલ વેન્ટિલેટર, ઓક્સિજન અનેબાઇપેપની તંગી છે ત્યારે ખાસ કરીને કોરોનાના દર્દીને લગ્સમાં ઇન્જરી થાય છે. 

આવા દર્દીઓને ઓક્સિજન (Oxygen) પૂરા બોડી અંદર મેઇન્ટેન થતું નથી અને થોડાક પ્રેશરની પણ જરૂર હોય છે. પૂરા બોડીની અંદર ઓક્સિજન (Oxygen) પૂરુ પાડવા માટે વેન્ટિલેટર અનેબાઇપેપની જરૂર પડે છે. બેન્ઝ સર્કિટના પ્રેશરથી આખા શરીરમાં ઓક્સિજન (Oxygen) પૂરુ પડે છે. આનાથીબાઇપેપની જરૂરિયાત ટાળી શકાય છે.

બેન્ઝ સર્કિટનાં ઉપયોગ થી ઓક્સિજનની થાય છે બચત
ડો. સંદિપ હરસોડાએ વધુમાં જણાવ્યું હતું કે, 30 લીટર ઓક્સિજન હોવા છતા દર્દીને આખા શરીરમાં ઓક્સિજન પૂરૂ પડતું નથી. આથી વેન્ટિલેટરના માસ્ક સાથે બેન્ઝ સર્કિટને કનેક્ટ કરવામાં આવે છે. આથી દર્દીના શરીરમાં વધારેમાં વધારે ઓક્સિજન (Oxygen) મેઇન્ટેન થાય છે. ઘણાં દર્દીઓને 30 લીટર ઓક્સિજન (Oxygen) માંથી 4 કે 6 લીટર ઓક્સિજન મેઇન્ટેન થતું હોય છે તે અમારો ટાર્ગેટ હોય છે. આનાથી બાઇપેપની જરૂરિયાત ટાળી શકાય છે. હાલ 12થી 15 દર્દીને બેન્ઝ સર્કિટ લગાડી છે. 3 દર્દી સ્વસ્થ થયા છે જેને હાલ વેન્ટિલેટર કે બાઇપેપની જરૂરિયાત પડતી નથી. આ પદ્ધતિથી અન્ય દર્દીઓને વેન્ટિલેટર આપી શકીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news