આખા ગુજરાતની ગૌરવગાથાને આવરી લેતુ ગીત 40 ગાયકોએ મળીને ગાયું, મનસુખ માંડવિયાએ પણ કર્યું શેર

ગુજરાતની ખમીરવંતી ધરાની રસધાર વર્ણવતું વડોદરાના કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં આખા ગુજરાતની ગાથાને આવરી લેવાઈ છે. ગુજરાત દિવસ પર સૌ ગુજરાતીઓને આ ગૌરવવંતુ ગીત આકર્ણષનું કેન્દ્ર બન્યુ છે. સાથે જ લોકો તેને શેર પણ કરી રહ્યાં છે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ ગીત શેર કરીને તેના વખાણ કર્યાં છે.

આખા ગુજરાતની ગૌરવગાથાને આવરી લેતુ ગીત 40 ગાયકોએ મળીને ગાયું, મનસુખ માંડવિયાએ પણ કર્યું શેર

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતની ખમીરવંતી ધરાની રસધાર વર્ણવતું વડોદરાના કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં આખા ગુજરાતની ગાથાને આવરી લેવાઈ છે. ગુજરાત દિવસ પર સૌ ગુજરાતીઓને આ ગૌરવવંતુ ગીત આકર્ણષનું કેન્દ્ર બન્યુ છે. સાથે જ લોકો તેને શેર પણ કરી રહ્યાં છે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ ગીત શેર કરીને તેના વખાણ કર્યાં છે.

40 કલાકારોએ મળીને ગાયુ આ ગીત
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાના કલાકારોએ ‘જય જય ગરવી ગુજરાત’ ગીત લોન્ચ કર્યું છે. 40 ગાયક કલાકારોએ 3.27 મિનિટનું એકાપેલા પદ્ધતિથી ગીત રજૂ કર્યું છે. એકાપેલા પદ્ધતિથી ગીત બનાવવાનો ગુજરાતમાં પહેલો પ્રયોગ કરાયો છે, જેને લોકો વખાણી રહ્યાં છે. સંગીતકાર નિખિલ, પ્રણવ, શૈલેષે મળીને આ ગીત તૈયાર કર્યું છે. ‘જય જય ગરવી ગુજરાત ગીત’માં ગુજરાતની નદીઓ, સ્થળો અને જાણીતા કલાકારો વિશે વાત કરાઈ.

હંમેશા કંઇક નવું કરવા માટે જાણીતા ગુજરાતીઓ દ્વારા ગુજરાત દિવસ પર એક તદ્દન નવતર પ્રયોગ રૂપે, ગુજરાતની ધરોહરને વંદન કરતુ આ ગૌરવમય ગીત, ખરેખર અભિનંદનને પાત્ર છે

ગુજરાત દિવસ પર સૌને અઢળક શુભકામનાઓ, જય જય ગરવી ગુજરાત...!!! pic.twitter.com/andc3RVKWK

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) May 1, 2022

શું છે એકાપેલા પદ્ધતિ
આ ગીતની ખાસિયત એ છે કે, ગીતમાં કોઈપણ પ્રકારના મ્યુઝિક વાજિંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ગીતમાં સંગીત અને તાલ પણ મોઢાથી અવાજ કાઢીને બનાવાયુ છે. મોઢાના અવાજથી ઇન્સ્ટ્રુમેન્ટ, રીધમ, સાઉન્ડ ઇફેક્ટ અને હાર્મની વગાડવામાં આવી છે. સામાન્ય 5 ગીત બનાવવામાં જેટલો સમય લાગે એટલો સમય એક એકાપેલા પદ્ધતિથી ગીત બનાવવામાં લાગે છે. 

મનસુખ માંડવિયાએ આ ગીતને ટ્વીટ કરીને લખ્યુ કે, 40 યુવા ગાયકોનાં અનોખા પ્રયાસથી, ગુજરાતનો થયો 'એક' સૂર... હંમેશા કંઇક નવું કરવા માટે જાણીતા ગુજરાતીઓ દ્વારા ગુજરાત દિવસ પર એક તદ્દન નવતર પ્રયોગ રૂપે, ગુજરાતની ધરોહરને વંદન કરતુ આ ગૌરવમય ગીત, ખરેખર અભિનંદનને પાત્ર છે. ગુજરાત દિવસ પર સૌને અઢળક શુભકામનાઓ, જય જય ગરવી ગુજરાત...!!! 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news