40 લાખની કાર 4 લાખમાં, ચોરીની કારને સેકન્ડમાં વેચવાનું સૌથી મોટું કૌભાંડ

40 લાખની કરાને ચોરી કરીને પાસીંગ તથા ચેચીસ નંબર બદલીને માત્ર 4 લાખ જેવી નજીવી કિંમતમાં વેચવાનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. 

40 લાખની કાર 4 લાખમાં, ચોરીની કારને સેકન્ડમાં વેચવાનું સૌથી મોટું કૌભાંડ

પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ એલસીબીની ટીમે કાર ચોરી કરીને તેના સસ્તા ભાવે વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં મોધી દાટ કરોને સેકન્ડમાં સત્તા ભાવે વેચવામાં આવી હતી. 40 લાખની કરાને ચોરી કરીને પાસીંગ તથા ચેચીસ નંબર બદલીને માત્ર 4 લાખ જેવી નજીવી કિંમતમાં વેચવાનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. 

પાટણના કાર ચોરી કૌભાંડમાં પાટણ એલસીબી પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. અને કુલ ચારેય આરોપીઓને આજે પાટણ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે નામદાર કોર્ટેબે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

28 જેટલી મોઘીદાટ કરા જપ્ત 
પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાસ કરી 28 જેટલી મોઘીદાટ કારો અને 4 ટ્રેકટરો કબજે કર્યા હતા. અને પાટણના મુકેશ શ્રીમાળી તેમજ બનાસકાંઠા જીલ્લાના કમલેશ ઠાકોર નામનાબે આરોપીની ધરપકડ કરી હતી. જેમની પ્રાથમિક પૂછપરછમાં આ સમગ્ર કૌભાંડનો રેલો ભુજ આરટીઓ સુધી પહોચ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ભુજ આરટીઓનો એજન્ટ સંડોવાયેલો હોવાની હકીકત સામે આવતા પોલીસે તેની શોધખોળ આરંભી હતી. પોલીસે ગઈકાલે ભુજ આરટીઓના એજન્ટ સુખવેન્દ્ર જાડેજા સહીત પાટણના તૌફીક હુસેન મન્સૂરી નામના શખ્સની ધરપકડ કરી છે.

Patan-Car-Chori

ચેચીસ નંબર બદલી વેચચા કાર
આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ ચેચીસ નંબર અને એન્જીન નંબરમાં ફેરફાર કરી તેને ભુજ આરટીઓમાં સુખવેન્દ્ર જાડેજા મારફતે પાસીંગ કરાવતા હતા. જો કે, હજી સુધી પોલીસ તપાસમાં ભુજ આરટીઓના કોઈ અધિકારીની સંડોવણી બહાર આવી નથી. પરંતુ બે દિવસના રિમાન્ડમાં આરોપીઓ પાસેથી ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news