કચ્છના આ બાળકના અભિનય પર લોકો ફિદા, સોશિયલ મીડિયામાં VIDEO મચાવી રહ્યો છે ધૂમ

સોશિયલ મીડિયા પર તમે બાળકોની ક્યૂટનેસ અને મસ્તીના ઘણા વીડિયો જોયા હશે. બાળકોના વીડિયો લોકોને ખુબ પસંદ આવતા હોય છે અને તેથી જ સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો ખુબ જોવાય છે.

કચ્છના આ બાળકના અભિનય પર લોકો ફિદા, સોશિયલ મીડિયામાં VIDEO મચાવી રહ્યો છે ધૂમ

દિપક પદ્મશાળી/અમદાવાદ :સોશિયલ મીડિયા પર હાલ ચાર વર્ષના એક બાળકનો મેઘપ્રેમ વાયરલ થઈ રહ્યો છે. મન મુકીને વરસતા મેઘરાજાને જોઈને એક બાળકે એક ગીત પર એવી એક્ટિંગ કરી કે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તો આખરે કેવો છે બાળકનો મેઘપ્રેમ જુઓ વીડિયોમાં...

સોશિયલ મીડિયા પર તમે બાળકોની ક્યૂટનેસ અને મસ્તીના ઘણા વીડિયો જોયા હશે. બાળકોના વીડિયો લોકોને ખુબ પસંદ આવતા હોય છે અને તેથી જ સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો ખુબ જોવાય છે. પણ હાલ એક બાળક તેના અદભુત અભિનયને લઈને ચર્ચામાં છે. એક તરફ જ્યાં સતત વરસી રહેલો વરસાદ લોકો માટે મુસીબત બની ગયો છે ત્યારે વરસાદી માહોલમાં કેટલાક લોકોનો મેઘપ્રેમ છલકાય રહ્યો છે. આ બાળકે વરસતા વરસાદમાં એવો અભિનય કર્યો કે જે લોકોનું દિલ જીતી રહ્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 14, 2022

આ બાળક કચ્છના ચોબારી ગામમાં રહેતો સંચિત મેરિયા છે. સંચિતની ઉંમર ચાર વર્ષની છે. ચાર વર્ષની ઉંમરમાં જ્યાં સામાન્ય રીતે બાળકો સરખું બોલવાનું અને સમજવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આવામાં આ બાળકનો અભિનય જોઈને લોકો ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે. અઢી વર્ષની ઉંમરથી જ સંચિત લોકસંગીત સાંભળી રહ્યો છે.

આ વીડિયો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે આ બાળકને સંગીત પ્રત્યે કેટલો પ્રેમ છે. લોકો બાળકના હાવભાવ પર ફિદા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો બાળક તેના મેઘપ્રેમથી ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે. સંચિતના વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. સાથે સાથે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news