જામનગરમાં સીટી બસ નીચે આવી જતા 4 વર્ષની બાળકીનું મોત, ચાલક ફરાર

જામનગરના મુખ્ય વિસ્તાર લાલ બંગલા સર્કલ પાસે સવારના સમયે 4 વર્ષની બાળકીને સિટી બસે ઠોકર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જામનગરમાં સીટી બસ નીચે આવી જતા 4 વર્ષની બાળકીનું મોત, ચાલક ફરાર

જામનગર: જામનગરના મુખ્ય વિસ્તાર લાલ બંગલા સર્કલ પાસે સવારના સમયે 4 વર્ષની બાળકીને સિટી બસે ઠોકર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને લઇને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા હતા ઘટનાની જાણ થતા જ સ્થાનિક ભાજપના ધારાસભ્ય દોડી આવ્યા હતા. બાળકીના મોતથી તેની માતાએ આક્રંદ કરતા ગમગીની છવાઇ ગઇ હતી.

મુખ્ય વિસ્તાર હોવા છતા ટ્રાફિકની કોઇ સુવિધા નથી 
શહેરના લાલ બંગલા સર્કલ શહેરનો સૌથી મહત્વનો વિસ્તાર છે તેમ છતાં પણ આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોઇ સુવિધા નથી. તેમજ લાલ બંગલા સર્કલથી ગુરૂદ્વાર સુધી જવાના રસ્તેનો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા હોવા છતાં આડેધડ વાહનો ઘૂસાડવામાં આવી રહ્યા છે. સિટી બસનો ડ્રાઇવર અકસ્માત સર્જી ફરાર થઇ ગયો છે. ધારાસભ્યે બાળકીના માતા-પિતાને સાંત્વના પાઠવી ટ્રાફિક મુદ્દે યોગ્ય પગલા ભરવા ખાત્રી આપી હતી. ત્યારે પોલીસે આ અંગે બસ ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોધી તેને ઝડપી લેવાની આગળની તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news