સુરતમાં દિવાળીના તહેવાર પર ડ્રગ્સની હેરાફેરી કરતા 4 શખ્સો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસની કાર્યવાહીને લીધે રાજ્યમાં ડ્રગ્સની હેરફેર કરતા આરોપીઓ ઝડપાઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં મુંબઈથી ડ્રગ્સ ઘુસેડવાનો પ્રયાસ કરી રહેલા ચાર આરોપીઓ ઝડપાયા છે. 

સુરતમાં દિવાળીના તહેવાર પર ડ્રગ્સની હેરાફેરી કરતા 4 શખ્સો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા

ચેતન પટેલ, સુરતઃ મુંબઈથી સુરત લાવવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસે 59 ગ્રામનો ડ્રગ્સનો જથ્થો અને ફોર વહીલ મળી કુલ્લે 66.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુરત પોલીસ દ્વારા ડ્રગ્સનો વ્યાપાર કરનાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને દિવાળીના પર્વમાં ડ્રગ્સની કિંમત પણ સૌથી ઉંચી આવી રહી છે. ત્યારે આ વાતનો લાભ લઈ આ આરોપીઓએ મુંબઈથી કાર મારફતે સુરત લાવવાના હતા.

સુરત શહેર પોલીસ દ્વારા NO DUGS IN SLOT CITY” ના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃતી અટકાવવા કડક હાથે ઝુબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે ખાપેલ સખ્ત સુચના આપવામાં આવી હતી. દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરત કોટ વિસ્તારમાં રહેતા ચાર ઈસમો મહારાષ્ટ્ર-મુંબઈ ખાતેથી મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સની હેરાફેરી કરે છે અને તેઓ મુંબઈ ખાતે ડ્રગ્સનો મોટો જથ્થો લેવા ગયેલ હોવાની હકીકત મળી હતી અને આ ડ્રગ્સ સુરત લઈને આવી રહ્યા છે. 

જે બાતમીના આધારે એસઓજી પોલીસે સચિન વિસ્તારમાં વોચ ગોઠવી કારની અટકાયત કરી હતી. જેની તપાસ કરતા કાર માંથી રૂ 59 લાખ ની કિંમતના 590 ગ્રામ મેકદ્રોણ મળી આવ્યું હતું. જેથી પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ્લે રૂ 66.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેમને પોતાનું નામ અઝરૂદ્દીન ઉર્ફે કેલા 5/0 હસનોદ્દીન શેખ, મો.રીવાન ઉર્ફે સ્માર્ટી, મો.હિંદ મો.આરીફ શેખ અને ઇમરોજ શેખ જણાવ્યું હતું.

પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હાલ સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ નો વ્યાપાર કરનાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને દિવાળીના પર્વમાં ડ્રગ્સની કિંમત પણ સૌથી ઉંચી આવી રહી છે. ત્યારે આ વાતનો લાભ લઈ આ આરોપીઓએ મુંબઈ થી કાર મારફતે સુરત લાવવાના હતા અને સુરતમાં આ ચારેય યુવાનો અલગ અલગ વિસ્તારમાં વેચવાની ફિરાકમાં હતા. તેમના આ ગોરખ ધધામાં અન્ય આરોપીઓ પણ સામેલ હોવાનું પૂછપરછમાં સામે આવ્યું હતું. આ સમગ્ર ડ્રગ્સના કારોબારમાં 13 લોકો સામેલ છે. જે પૈકી હાલ પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 9ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ સાથોસાથ આ ડ્રગ્સ ક્યાંથી, કોની પાસે અને ક્યાં આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news