સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ખૂંખાર 'કિંગ ગેંગ'નો પર્દાફાશ, 14 ગુનાનો ભેદ ઉકેલાયો, આ રીતે દબોચ્યા
કિંગ ગેંગ રેલવે સ્ટેશન પાસેના વિસ્તારોમાં ખાસ ચોરીને અંજામ આપતી કોઈ એવો બનાવ બને તો પથ્થરો વડે હુમલો કરી નાશી છૂટવામાં સરળતા રહે આ યુવા ચોરોએ 14 જેટલી ચોરીઓનો અંજામ આપ્યો હતો.
Trending Photos
ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: દ્વારકા પોલીસે કિંગ ગેંગના સભ્યોને ઝડપી કુલ 14 જેટલા ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. દ્વારકા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કિંગ ગેંગના 4 આરોપીઓને ઝડપી સોનાના દાગીના વાહનો સહિત કુલ 323626 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ટાન્ડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી આરોપી ઝડપાયા છે. જેમાં ચાર આરોપી ઝડપાયા અન્ય 10 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
કિંગ ગેંગ દ્વારકા જિલ્લામાં 2, જામનગર જીલ્લામાં -5 ,અમરેલી -2, સુરેન્દ્ર નગર - 2, રાજકોટ -1, મોરબી -1, મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં -1,સહિત કુલ 14 જેટલી ચોરીઓનો અંજામ આપી ચૂકી છે. દ્વારકા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશમાંથી ચારને દબોચી લીધા અન્ય 10 આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે.
આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, કિંગ ગેંગ રેલવે સ્ટેશન પાસેના વિસ્તારોમાં ખાસ ચોરીને અંજામ આપતી કોઈ એવો બનાવ બને તો પથ્થરો વડે હુમલો કરી નાશી છૂટવામાં સરળતા રહે આ યુવા ચોરોએ 14 જેટલી ચોરીઓનો અંજામ આપ્યો હતો. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ માંથી આ ગેંગના ચાર સભ્યોને ઝડપી લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
હજુ પણ આ તપાસમાં 10 આરોપીઓના નામ ખુલ્યા છે એમને ઝડપી લેવા માટે પોલીસે તપાસ તેજ કરી છે જે આરોપી ઝડપાયા છે તેના નામ છે 1- સંજય સુમલસિંગ વસનીયા,2- વિનોદ કાલૂ મસાનીયા,3- સુરેશ ભૂરસિંગ મસાનિયા,4- સોહન કમલસિંગ માવી આ તમામ આદિવાસી જાતિ ના ગોરડિયા ગામના,તાલુકો કુકશી,જિલ્લો ધાર. મધ્યપ્રદેશના રાજ્યના હોવાનું સામે આવ્યું છે.
આ આરોપીઓની પૂછતાછમાં અન્ય 10 લોકોના તેઓએ નામ આપ્યા તેઓને શોધવા પોલીસ તપાસ તેજ થઈ છે. આરોપી પાસેથી પોલીસે સોનાના દાગીના જેની કિંમત 1,08,560, તેમજ ટુ વ્હીલર - જેની કિંમત 1,85,000, સહિત રોકડ 3366,લેપટોપ કી.10000,મોબાઇલ જેની કિંમત 15000 સહિત કુલ રૂ.3,23,626નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે