અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 310 કેસ, 25 મૃત્યુ


અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 10590 કેસ નોંધાઈ ચુક્યા છે. 

 અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 310 કેસ, 25 મૃત્યુ

અમદાવાદઃ અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પીડિત શહેર છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં નવા 310 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યભરમાં કુલ 405 કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 30 મૃત્યુ થયા જેમાંથી 25 મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. જો કુલ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10590 પર પહોંચી ગઈ છે. 

છેલ્લા 24 કલાકમાં 310 કેસ, 25 મૃત્યુ
અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 310 કેસ સામે આવ્યા છે. છેલ્લા ઘણા દિવસો બાદ શહેરમાં એક દિવસમાં 300નો આંકડો પાર થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધી કુલ 14468 કેસ નોંધાયા છે. તેમાંથી માત્ર અમદાવાદમાં જ 10590 કેસ નોંધાયા છે. તો ગુજરાતના અન્ય શહેરો કરતા અમદાવાદમાં મૃત્યુઆંક પમ ઉંચો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં કુલ 30 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 25 મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. તો અત્યાર સુધી કુલ મૃત્યુઆંકની સંખ્યા 722 પર પહોંચી ગઈ છે. 

સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સે 10માં માળેથી પડતુ મુકી કરી આત્મહત્યા

અમદાવાદમાં અત્યાર સુધી 4187 લોકો ડિસ્ચાર્જ
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 10590 કેસ નોંધાયા છે. જેમાંથી 722 લોકોના મૃત્યુ થયા છે. તો અત્યાર સુધી 4187 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે. હાલ શહેરમાં 5681 એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news