ગોઝારો શુક્રવાર : ત્રણ અકસ્માતમાં 4ના મોત, બે બાઈક સવાર અને ડ્રાઈવર પહેલા ટ્રક નીચે દબાયા, બાદમાં જીવતા ભૂંજાયા

આજે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગુજરાત (Gujarat)માં અલગ અલગ ત્રણ સ્થળોએ અકસ્માત (Accidents)ના બનાવ બન્યા છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. વાંકાનેરમાં બે એસટી બસ સામસામે અથડાતા બંને ડ્રાઈવર્સ સહિત 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો પાટણમાં આઈસર અને મીની આઈસર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. તો વડોદરા-હાલોલ રોડ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક સવાર અને ટ્રક ડ્રાઈવર જીવતા ભૂંજાયા છે. 

ગોઝારો શુક્રવાર : ત્રણ અકસ્માતમાં 4ના મોત, બે બાઈક સવાર અને ડ્રાઈવર પહેલા ટ્રક નીચે દબાયા, બાદમાં જીવતા ભૂંજાયા

અમદાવાદ :આજે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ગુજરાત (Gujarat)માં અલગ અલગ ત્રણ સ્થળોએ અકસ્માત (Accidents)ના બનાવ બન્યા છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. વાંકાનેરમાં બે એસટી બસ સામસામે અથડાતા બંને ડ્રાઈવર્સ સહિત 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો પાટણમાં આઈસર અને મીની આઈસર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. તો વડોદરા-હાલોલ રોડ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક સવાર અને ટ્રક ડ્રાઈવર જીવતા ભૂંજાયા છે. 

સતત બીજા દિવસે બનાસકાંઠામાંથી દારૂનો જથ્થો પકડાયો, 29 લાખની વિદેશી દારૂ લઈ જવાતો હતો

પાટણના રાધનપુર રોડ પર અકસ્માત
પાટણમાં આજે સવારે હારીજ અને રાધનપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં લાકડા ભરેલ આઈસરની ગાડી પાછળ મિની આઈસર ઘૂસી ગયું હતું. ત્યારે મિની આઇસર ચાલકનું ફસાઈ જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરની લાશને દરવાજો તોડી બહાર કઢાયો હતો. અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

ત્રણ જણા જીવતા ભૂંજાયા
વડોદરા હાલોલ રોડ પર મોડી રાતે ગમખ્વાર અને કમકમાટી ભરાઈ જાય તેવો અકસ્માત સર્જાયો હતો. વડોદરા આમલીયારા ગામ પાસે બ્રિજ પરથી એક ટ્રક નીચે ખાબકી હતી. આ બનાવ જ્યારે બન્યો ત્યારે બ્રિજ નીચેથી એક બાઈક પસાર થઈ રહી હતી, જેમાં બે લોકો સવાર હતા. ત્યારે ટ્રક બાઈક પર પડી હતી અને પસાર થતા બે બાઈક સવારો ટ્રક નીચે દબાયા હતા. તો બીજી તરફ, ટ્રક નીચે ખાબકતા જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે ટ્રક નીચે દબાયેલા બે બાઈક સવાર સહિત ટ્રક ડ્રાઇવર આગમાં જીવતા ભૂંજાયા હતા. આમ, આગમાં ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ દ્રશ્યો જોઈને પસાર થઈ રહેલા રાહદારીઓમાં અરેરાટી ફેલાઈ હતી. 

વાંકાનેર : સલામત સવારી કહેવાતી STની બે બસો સામસામે અથડાઈ, 25થી વધુ મુસાફરો ઘાયલ

અકસ્માતનો ત્રીજો બનાવ
આજે સવારે વાંકાનેરમાં બે બસ સામેસામે ટકરાવાનો બનાવ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એક એસટીના ડ્રાઈવરે બેકાબૂ બનીને સ્પીડમાં એસટી બસ હંકારતા અન્ય એસટી બસને ટક્કર થઈ હતી. જેને કારણે આ અકસ્મત સર્જાયો હતો. સામસામે ટકરાવ થતા બંને બસના આગળનો ભાગનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્ત બંને ડ્રાઈવર કેબિનમાં ફસાયા હતા. ત્યારે કાચ અને પતરા તોડીને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news