કોરોના વિસ્ફોટ: ભાવનગર શહેરમાં 28 પોઝિટિવ કેસ, તો ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા

કોરોના વિસ્ફોટ: ભાવનગર શહેરમાં 28 પોઝિટિવ કેસ, તો ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2010એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 800થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ આજના દિવસે ક્યાં કેટલા કેસ નોંધાયા છે.

ભાવનગર જિલ્લામાં શહેર વિસ્તારમાં 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 12 જેટલા કેસ નોંધાયા છે. ગ્રામ્યની 3 મહિલા અને 9 પુરૂષો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગરના થોરડી, કમળેજ અને ભંડારી તેમજ ઉમરાળાના ધોળા, દડવા અને ધારૂકા આ ઉપરાંત ગારીયાધાર અને પાલિતાણામાં કોરોના પોઝિટવ કેસ નોંદાય છે.

ગાંધીનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના આજે નવા 21 કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 11 કેસ, દહેગામ તાલુકામાં 1 કેસ, માણસા તાલુકામાં 3 કેસ, કલોક તાલુકામાં 6 કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોના પોઝિટિવ 11 દર્દીઓ સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ આંકડો 603 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 40 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાલનપુરમાં 6 કેસ, ડીસામાં 6 કસે, ધાનેરામાં 2 કેસ અને શિહોરીમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાછે. જિલ્લામાં આત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 381 પર પહોંચ્યો છે.

નવસારીમાં આજે કોરોના પોઝિટિવ વધુ 16 કેસ નોંધાયા છે. જિલ્લામાં સતત વધતા કોરોના પોઝિટિવના કેસો ચિંતાજનક છે. નવસારીમાં અત્યાર સુધીમાં કોરોનાના 237 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 102 રિકવર થાયાછે. જ્યારે 8ના મોત થયા છે. તો હાલ 127 કેસ એક્ટિવ છે.

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના આજે વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હિંમતનગરમાં 4 કેસ, ઇડરમાં 5 કેસ, તલોદમાં 2 કેસ અને પ્રાંતિજમાં 4 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનઓનો આંક 245 પર પહોંચી ગયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના નવા 15 કેસ નોધાયા છે. જેમાં સવારે 05 કેસ નોંધાયા બાદ બપોર સુધીમાં વધુ 10 કેસ નોંધાયા હતા. ઉના અને તલાલા આ બે તાલુકામાં એકી સાથે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીના કોરોના કેસનો કુલ આંક 137 પર પહોંચ્યો છે.

ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયાછે. જેમાં સૌથી વધુ હાંસોટમાં એકી સાથે 13 કેસ નોંધાયા છે. જ્યારે અંક્લેશ્વરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ગતરોજ જિલ્લામાં 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 423 પર પહોંચી ગઈ છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના 11 કેસ અને ગ્રામ્યના 3 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 227 પર પહોંચી છે.

આ સાથે દાહોદ જિલ્લામાં કોરોના ફરી એક સાથે 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તાપી જિલ્લામાં 3 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કસે નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news