5 દિવસમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં 2627 કોરોના પોઝેટિવ દર્દીઓ શિફ્ટ કરાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી રાજ્યના 17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પબદ્ધતા સાથે ‘મારૂં ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

5 દિવસમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં 2627 કોરોના પોઝેટિવ દર્દીઓ શિફ્ટ કરાયા

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી રાજ્યના 17 હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પબદ્ધતા સાથે ‘મારૂં ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહવાનને ગ્રામીણજનોએ લોકભાગીદારીથી વધાવી લીધી છે. આ અભિયાનને માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. 

માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં રાજ્યના 33 જિલ્લામાં 13061 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (Covid Care Center) નું નિર્માણ કરી 1 લાખ 20 હજાર બેડની વ્યવસ્થા કરાઈ છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (Covid Care Center) માં આઈસોલેશન માટે 2627 કોરોના પોઝેટિવ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ભોજન-ગુણવત્તાયુક્ત દવાઓ સહિતની સેવાઓ ગ્રામીણ જનશક્તિની ભાગીદારીથી સરકારના ગ્રામવિકાસ-પંચાયતના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજ્ય સરકાર (State Government) ના પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ લોકભાગીદારીથી શરૂ કરવામાં આવેલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સના મોનિટરિંગ અને અન્ય વ્યવસ્થાઓનું સંકલન જિલ્લા વિકાસ અધિકારીશ્રીની માર્ગદર્શનમાં જે-તે તાલુકા વિકાસ અધિકારી અને ગામની 10 વ્યક્તિઓની બનેલી કમિટી કરે છે.ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ સ્થળોનો ઉપયોગ કરીને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે.

રાજ્ય (Gujarat) માં જિલ્લાવાર આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સની વિગતો જોઈએતો, અમદાવાદ (Ahmedabad) ના 461 કોવિડ સેન્ટરમાં કુલ 3042, અમરેલીના 598 કોવિડ સેન્ટરમાં 3492, આણંદના 351 કોવિડ સેન્ટરમાં 1838, અરવલ્લીના 86 કોવિડ સેન્ટરમાં 1505, બનાસકાંઠાના 971 કોવિડ સેન્ટરમાં 7084, ભરૂચના 554 કોવિડ સેન્ટરમાં 4312, ભાવનગરના 668 કોવિડ સેન્ટરમાં 8771, બોટાદના 180 કોવિડ સેન્ટરમાં 1811, છોટાઉદેપુરના 343 કોવિડ સેન્ટરમાં 4270, ડાંગના 83 કોવિડ સેન્ટરમાં 1242, દાહોદના 732 કોવિડ સેન્ટરમાં 14581, દેવભૂમિદ્વારકાના 269 કોવિડ સેન્ટરમાં 1393, ગાંધીનગરના 286 કોવિડ સેન્ટરમાં 4585, ગીરસોમનાથના 310 કોવિડ સેન્ટરમાં 2260, જામનગરના 480 કોવિડ સેન્ટરમાં 7964, જૂનાગઢના 492 કોવિડ સેન્ટરમાં 7090, ખેડાના 355 કોવિડ સેન્ટરમાં 2529, કચ્છના 441 કોવિડ સેન્ટરમાં 2723, મહિસાગરના 357 કોવિડ સેન્ટરમાં 3254, મહેસાણાના 608 કોવિડ સેન્ટરમાં 2919, મોરબીના 360 કોવિડ સેન્ટરમાં 2632, નર્મદાના 676 કોવિડ સેન્ટરમાં 3192, નવસારીના 357 કોવિડ સેન્ટરમાં 2959, પંચમહાલના 487 કોવિડ સેન્ટરમાં 2435, પાટણના 220 કોવિડ સેન્ટરમાં 1970, પોરબંદરના 159 કોવિડ સેન્ટરમાં 1303, રાજકોટના 571 કોવિડ સેન્ટરમાં 5990, સુરેન્દ્રનગરના 268 કોવિડ સેન્ટરમાં 1460, સાબરકાંઠાના 474 કોવિડ સેન્ટરમાં 2795, સુરતના 17 કોવિડ સેન્ટરમાં 971, તાપીના 37 કોવિડ સેન્ટરમાં 351, વડોદરાના 428 કોવિડ સેન્ટરમાં 4523, વલસાડના 382 કોવિડ સેન્ટરમાં 3091 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ, સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઉભા કરીને 1,20,337 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના સંક્રમણ (Coronavirus) ની વિકટ સ્થિતિમાં ગામડાઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તેમજ ગામોમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનામુક્ત રહી શકે તે હેતુથી આ અભિયાન સમગ્ર રાજ્યમાં એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી જન અભિયાન તરીકે પ્રેરિત કરવામાં આવ્યું છે. 

મુખ્યમંત્રી (CM) એ ગામોમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’નો જે કોલ આપેલો છે તે આવા મોટાપાયે શરૂ થઇ રહેલાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સથી સાકાર થઈ રહ્યો છે.

કોરોનાની આ બીજી લ્હેરનો આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના માધ્યમથી સમગ્ર ગુજરાત (Gujarat) ની ગ્રામીણ જનશક્તિ પૂરી સજ્જતા-સર્તકતાથી મુકાબલો કરી ‘‘કોરોના હારશે-ગુજરાત જીતશે નો સંકલ્પ પાર પાડશે. સાથોસાથ મારું ગામ કોરોનામુકત ગામનું આ અભિયાન ગ્રામ્ય સ્તરે કોરોના મુકિતનું જનઆંદોલન પણ બની ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news