હાશ! ગુજરાતમાં ફરી 'ટાઢો પડ્યો' કોરોના, આજે નવા કેસ અને એક્ટિવ કેસમાં સૌથી મોટો ઘટાડો

અત્યાર સુધીમાં ગુજરાતમાં 1276312 દર્દીઓ કોરોનાને હરાવીને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11073 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.

 હાશ! ગુજરાતમાં ફરી 'ટાઢો પડ્યો' કોરોના, આજે નવા કેસ અને એક્ટિવ કેસમાં સૌથી મોટો ઘટાડો

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ આજે કેસમાં ઘટાડો નોંધાયો છે. 23 એપ્રિલના રોજ ગુજરાતમાં 227 કોરોના કેસ નોંધાયા છે. સદનસીબે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.00 ટકાએ પહોંચ્યો છે. બીજી બાજુ આજે 265 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં કોરોનાના 1879 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 વેન્ટીલેટર પર છે અને 1875 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 1276312 દર્દીઓ કોરોનાને હરાવીને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11073 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વિગતો જાણીએ તો સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 97 કેસ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 35, વડોદરામાં 28, સાબરકાંઠામાં 16 કેસ, મહેસાણામાં 11, ગાંધીનગરમાં 8, વલસાડમાં 7 કેસ, નવસારીમાં 6, રાજકોટ અને ભાવનગરમાં 4-4 કેસ, આણંદ, ભરૂચ, કચ્છ, પંચમહાલમાં 2-2 નવા કેસ નોંધાયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news