વરદાન બની આ યોજના, ગેસ સિલન્ડર ખરીદવાના ખર્ચમાંથી અપાવશે મુક્તિ, પૈસા પણ બચશે
GOBARdhan Yojana: વધતી મોંઘવારી વચ્ચે ગેસનો બોટલ પણ મોંઘો બની રહ્યો છે.... જેમાં કેન્દ્ર સરકારની ગોરબધન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ બની છે
Trending Photos
GOBARdhan Yojana: દેશભરમાં ગરીબ લોકોને બળતણ માટે ચૂલાની જગ્યાએ સરકાર દ્વારા ઉજ્જવલા યોજના લાવવામાં આવી છે, પરંતુ મોટાભાગના ગરીબ લોકો ગેસના બોટલ ભરાવવા માટે સક્ષમ નથી, ત્યારે સરકાર દ્વારા ગોબર્ધન યોજના અમલમાં મૂકાતા ગરીબ લોકોને આ યોજના થકી ચૂલાથી છૂટકારો મળી ગયો ગેસના બોટલ ખરીદવાની ઝંઝટમાથી પણ મુક્તિ મળી ગઈ છે.
દેશમાં અસંખ્ય લોકો લાકડા વડે ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા, જેનાથી મહિલાઓને ધુમાડો લાગવાને કારણે આંખોમાં બળતરા થવી, જોવાની તકલીફ ઊભી થઈ છે. જેનાથી છૂટકારો મેળવવા માટે સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અમલમાં મૂકીને આવા જરૂરિયાતમંદ લોકોને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા, અને ગેસ સિલિન્ડર રિફિલ કરવામાં માટે મહિને ૧૨૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. પરંતુ છોટા ઉદેપુર જીલ્લામાં કેટલાય એવા પરિવારો છે કે જે ગેસના બોટલ ભરાવવામાં સક્ષમ નથી, તેઓએ આ ગેસના બોટલને ઊંચા માળીએ ચઢાવી દીધા છે. ત્યારે સરકારને અન્ય એક ગોબર્ધન યોજના અમલમાં મૂકતાં લોકોને આ યોજનાથી અસંખ્ય પશુપાલન કરતાં લોકોને ફાયદારૂપ સાબિત થઇ રહ્યું છે.
આ પણ વાંચો :
છોટાઉદેપુર જીલ્લામાં ગોબરધન યોજના હેઠળ ૨૨૧ બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૦૨ બાયોગેસ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જેમાં ગોગડીયા ગામમાં જ ૧૭ જેટલા ઘરમાં પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. પ્લાન્ટ ઇન્સ્ટોલ થયાના ૨૫ દિવસમાં જ ગેસ બનવાનું શરૂ થઇ ગયું હતું. બાયોગેસમાં મોટેભાગે ગાય ભેંસના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાન્ટમાં લાગેલા બલુનમાં ગેસનો ભરાવો થાય ત્યારે એમાંથી સ્લરી બહાર નિકળે છે આ સ્લરીનો ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી અને અનાજ પકવવા માટે પણ કરવામાં આવે છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગોબરધન યોજના થકી સ્વચ્છતાનો આશય તો બર આવે જ છે, સાથો સાથ પર્યાવરણપ્રિય સ્વચ્છ ઇંધણ પણ મળે છે. પશુઓના છાણમાંથી બનાવવામાં આવતા છાણાને સળગાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે, જેનાથી પર્યાવરણ દૂષિત થાય છે એ જ છાણનો બાયોગેસમાં ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. તેમજ ખેતી માટે કાળા સોના તરીકે ઓળખાતા છાણિયું ખાતર પણ મળી રહે છે.
આ પણ વાંચો :
DRDA ના પ્રોજેક્ટ મેનેજર અલ્પેશભાઈ રાઠવા જણાવે છે કે, 2021 માં કેન્દ્ર સરકાર દ્વારા ગોબરધન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ ૪૨૦૦૦ રૂપિયા થાય છે. પરંતુ સરકાર દ્વારા ૩૭૦૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. લાભાર્થીએ માત્ર ૫૦૦૦ રૂપિયાનો લોકફાળો ભરવાનો થાય છે. પ્લાન્ટ બનાવવા માટે ૬ ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ખાડો તૈયાર થઇ ગયા બાદ પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે એનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે.
આ બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન થતું નથી. સમગ્ર વિશ્વ જયારે કલીન એનર્જી ગ્રીન એનર્જીની દિશામાં કામ કરી રહ્યું છે ત્યારે ગોબરધન યોજના થકી ભારતે કલીન એનર્જી ગ્રીન એનર્જીની દિશામાં મકકમ ડગ માંડ્યા છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે