Ahmedabad Blast Verdict ની સુનાવણી : 11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે

Ahmedabad Serial Blast :પ્રોસિક્યુશને કહ્યું, વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો. તેથી તેમને મહત્તમ સજા થવી જોઈએ. 

Ahmedabad Blast Verdict ની સુનાવણી : 11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે

ઝી મીડિયા/બ્યૂરો :આજે અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની સજા પર થોડીવારમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. બોમ્બ બ્લાસ્ટ કેસના તમામ 49 દોષિતો કોર્ટમાં વર્ચ્યૂઅલી હાજર રહેશે. દોષિતોને સાંભળ્યા બાદ તેમની સજાનું એલાન થશે. સરકાર દોષિતોને કડક સજા માટેની રજૂઆત કરશે. બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સાંભળી સજાનું એલાન થશે. કેસની અંતિમ સુનાવણી બાદ સજાનું એલાન થશે. 28 આરોપીને પુરાવાના અભાવનો જાહેર નિર્દોષ કરાયા છે. બંને પક્ષો તરફથી દલીલો રજૂ કરાઈ હતી. જેમાં હવે 11 ફેબ્રુઆરીએ સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે. 

સરકારી વકીલે અમિત પટેલ સુનાવણી બાદ કહ્યુ કે, બચાવ પક્ષ દ્વારા અપીલ કરાઈ હતી, અમારી રજૂઆત માટે ત્રણ વીકનો સમય આપો. આ એપ્લિકેશન પર અમારી તરફથી પણ રજૂઆત કરાઈ હતી. કાયદાકીય પ્રોસેસ અંતર્ગત આ એપ્લિકેશન આપવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ તહોમતદારોએ 3 અઠવાડિયાનો સમય આપવાની અરજી કરી હતી. કોર્ટે તેમને સાંભળ્યા બાદ આવતીકાલ સુધી સમય આપ્યો છે. કોર્ટે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ સ્થળેથી આરોપીઓ અંગેની માહિતી આપી દેવા આદેશ કર્યો છે. 11 તારીખે સવારે સજાની સુનવણી અંગે કાર્યવાહી હાથ ધરાશે.  

સુનાવણીમાં શુ થયું....

  • જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે આપ્યા નિર્દેશ
  • કોર્ટે કહ્યું કે, બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. સાથે જ શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો દોષિતોના પરિવાર પાસેથી તેમના વકીલો મેળવી લે એવી કોર્ટે તાકીદ કરી.
  • બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરાઈ. બચાવ પક્ષના વકીલે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દત માંગી હતી. જેની સામે કોર્ટે કહ્યુ કે, આવી કોઈ જોગવાઈ હોય તો બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી કે, દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજુઆત કરીએ છીએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપો.
  • સુનાવણીમાં  રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો હતો. સરકારી વકીલે રજુઆત કરી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો. તેથી તેમને મહત્તમ સજા થવી જોઈએ. એક ચુકાદા નો હવાલો આપીને પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે, વાલ્મિકીઓ રોજ નથી થતા, કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. દોષીતોએ આતંકી કૃત્ય કર્યું છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવામાં આવે​​​​​​​. 

બચાવપક્ષના વકીલો આરોપીઓની સજા અંગે રજૂઆત કરશે. સરકાર દ્વારા આરોપીઓને કડક સજાની રજુઆત કરશે. બ્લાસ્ટ કેસના 49 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. તમામ આરોપીઓ વર્ચ્યુઅલી કોર્ટમાં આરોપીઓ હાજર થશે. કેસના મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ છે. કેસના આરોપીઓને કડક સજા મળે તેવી સરકાર રજુઆત કરાશે. પીડિતોને વળતરની સરકાર માંગ કરશે. આ સુનાવણી દરમિયાન અન્ય કોઈ કેસના વકીલને કોર્ટમાં પ્રવેશ નહિ અપાય. કોર્ટના અન્ય કેસના વકીલોને કેસ સુનાવણી સમયે કોર્ટ રૂમથી દૂર રખાશે. હાલ સેશન્સ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 49 આરોપીઓની સજા પર 11 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ થશે. 

નોંધનીય છે કે, 26 જુલાઈ 2008નો શનિવારના દિવસે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો અને આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી અને આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news