ભરૂચ : 200 કરોડની કરચોરી તપાસમાં અધિકારીઓ જ્યારે ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા, તો ભોંઠા પડી ગયા

જીએસટી સત્તાધીશોએ રાજ્યભરમાં સાગમટે 282 સ્થળો પર દરોડા પાડીને રૂપિયા ૬,૦૩૦ કરોડનું બોગસ બિલિંગ પકડી પાડયાની ગઈકાલે જાહેરાત કરી હતી. જેમાં ભરૂચના ગોહિલ એન્ટરપ્રાઈઝે રૂ.૨૦૦ કરોડની કરચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. પરંતુ જેની સામે આટલી મોટી કરચોરીનો આક્ષેપ છે તે યુવક માત્ર 200 રૂપિયા રોજ છૂટક વર્ધી મારતો ડ્રાઈવર છે. 

ભરૂચ : 200 કરોડની કરચોરી તપાસમાં અધિકારીઓ જ્યારે ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા, તો ભોંઠા પડી ગયા

ભરત ચૂડાસમા/ભરૂચ :જીએસટી સત્તાધીશોએ રાજ્યભરમાં સાગમટે 282 સ્થળો પર દરોડા પાડીને રૂપિયા ૬,૦૩૦ કરોડનું બોગસ બિલિંગ પકડી પાડયાની ગઈકાલે જાહેરાત કરી હતી. જેમાં ભરૂચના ગોહિલ એન્ટરપ્રાઈઝે રૂ.૨૦૦ કરોડની કરચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો. પરંતુ જેની સામે આટલી મોટી કરચોરીનો આક્ષેપ છે તે યુવક માત્ર 200 રૂપિયા રોજ છૂટક વર્ધી મારતો ડ્રાઈવર છે. આ યુવકના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને કેટલાક ભેજાબાજોએ કંપની ખોલીને કરચોરી કરી હતી. કરચોરી કરનારા પકડાયા નહિ, પણ પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવકને ત્યાં દરોડા પાડવા ગયેલી ટીમને વિલા મોંઢે પાછા ફરવું પડયું હતું. 

કાલસર લવ જેહાદ કેસ : મુસ્લિમ યુવકને આજીવન કેદની સજા, સગીરાની નહેરમાં ફેંકી હત્યા કરી હતી 

ભરૂચ અને નડિયાદ જીએસટી વિભાગનાં અધિકારીઓએ તપાસ કરતા ગોહિલ એન્ટરપ્રાઈઝના નામે રૂપિયા ૨૦૦ કરોડની જીએસટી ચોરી કરનાર કંપનીનો માલિક વસંત મીલની ચાલમાં ઝૂંપડામાં પરિવાર સાથે રહેતો મળ્યો. છુટક ગાડીઓની વર્દીઓ કરી માસિક રૂ.૪ હજાર કમાનાર સુરેશ ધુળાભાઈ ગોહિલ નીકળતાં સમન્સ લઈને સર્ચ ઓપરેશન કરવા આવેલા અધિકારીઓ પણ ભોંઠા પડી ગયા હતા. આ કૌભાંડમાં ભરૂચની ગોહીલ એન્ટરપ્રાઈઝે ઓનલાઈન બિઝનેસ કરી રૂ.૨૦૦ કરોડની જીએસટી ચોરી કર્યાનો ખુલાસો થયો છે. પરંતુ ગોહિલ એન્ટરપ્રાઈઝના નામે રૂ.૨૦૦ કરોડની જીએસટી ચોરીનું કૌભાંડ કેટલાક અજ્ઞાત ભેજાબાજો કરી ગયા જેનો આક્ષેપ ભરૂચના સ્લમ વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કરી માંડ ગુજરાન ચલાવતા ચલાવનાર ગરીબ યુવાન સુરેશ ગોહીલ પર લાગ્યો છે.

સુરેશની તપાસ દરમિયાન જીએસટીની ટીમ દ્વારા અમિત જાડેજા નામના શખ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણ ચોપડી પાસ યુવક જીએસટીનો અર્થ પણ જાણતો નથી. ૨૦૦ કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો જેના પર આક્ષેપ છે તે સુરેશ ગોહિલે કહ્યું કે, તે ૩ ચોપડી ભણેલો છે. જીએસટી શું છે તેની પણ ખબર નથી. હજુ પણ વધુ તપાસ માટે તેને મંગળવારે ભરૂચ જીએસટી કચેરીએ બોલાવાયો છે. આસિસટન્ટ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ નડિયાદ યુનિટના અધિકારીઓએ શનિવારે સુરેશ ગોહિલના ઘરે છાપો મારી ઘરના કબાટો અને અન્ય સામાન ચેક કર્યા. પરંતુ શંકાસ્પદ વસ્તુ કે રોકડ રકમ મળી ન હતી. તેના બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરાઈ હતી. કલાકો સુધી પૂછપરછ કરી કૌભાંડની
કડી મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે કંઈ પણ ન મળતા તેના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. 

ડ્રાઈવર યુવાનની તપાસ કરવા આવેલી ટીમે તેની પૂછપરછ કરતા કહ્યું કે, તમારા નામ પર ભાવનગરમાં ટ્રક અને ગ્રીન સિટીમાં 4 બંગલા છે. ત્યારે યુવકે કહ્યું કે આપ જ્યાં બેસીને મારી પૂછપરછ કરી રહ્યાં છો તે જોતા લાગે છે કે મારી પાસે ભાવનગરમાં ચાર બંગલા અને ટ્રક હશે? જોકે એક બાબત સ્પષ્ટ થઈ રહી છે કે, આ કૌભાંડના તાર આગામી દિવસોમાં ભાવનગર સાથે જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news