અહો વૈચિત્રમ! 2 પોલીસ ફરિયાદ એકમાં પતિ ખૂબ સેક્સ કરવાની બીજામાં પતિ સેક્સ જ નહી કરતો હોવાની ફરિયાદ

શહેરમાંથી બે ખુબ જ વિરોધાભાસી કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એક કિસ્સામાં શહેરના માલેતુજાર પરિવારનો ઘરકંકાસનો કિસ્સો પોલીસના ચોપડે નોંધાયો છે. પત્નીની ઇચ્છા વિરુદ્ધ પતિ તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો અને તબિયત ખરાબ હોય ત્યારે જબરજસ્તી પણ કરતો હતો. હાલ તો પશ્ચિમ વિસ્તારમાં રહેતા હાઇ પ્રોફાઇલ લાઇફ સ્ટાઇલ ધરાવતા પરિવારની પુત્રવધુએ પોતાનાં પતિ અને સાસરિયા વિરુદ્ધ ત્રાસની ફરિયાદ દાખલ થઇ છે.
અહો વૈચિત્રમ! 2 પોલીસ ફરિયાદ એકમાં પતિ ખૂબ સેક્સ કરવાની બીજામાં પતિ સેક્સ જ નહી કરતો હોવાની ફરિયાદ

અમદાવાદ : શહેરમાંથી બે ખુબ જ વિરોધાભાસી કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એક કિસ્સામાં શહેરના માલેતુજાર પરિવારનો ઘરકંકાસનો કિસ્સો પોલીસના ચોપડે નોંધાયો છે. પત્નીની ઇચ્છા વિરુદ્ધ પતિ તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો અને તબિયત ખરાબ હોય ત્યારે જબરજસ્તી પણ કરતો હતો. હાલ તો પશ્ચિમ વિસ્તારમાં રહેતા હાઇ પ્રોફાઇલ લાઇફ સ્ટાઇલ ધરાવતા પરિવારની પુત્રવધુએ પોતાનાં પતિ અને સાસરિયા વિરુદ્ધ ત્રાસની ફરિયાદ દાખલ થઇ છે.

પૂર્વ વિસ્તારની એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી છે કે,  તેના પતિએ ન માત્ર લગ્નની પહેલી રાત્રે પરંતુ પોતાનાં 2 વર્ષનાં લગ્ન જીવન દરમિયાન એક પણ વાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી. તેનો પતિ શારીરિક સમસ્યા ધરાવે છે. આ વાત યુવતીના સાસુ જાણતા હોવા છતા પણ પોતાના પુત્રના લગ્ન કરાવ્યા હતા. યુવતીએ 2 વર્ષ સુધી વિવિધ ટેસ્ટ અને દવાઓ કરાવી પરંતુ તે સંબંધ બાંધી શકે તેવી શક્યતા નહીવત્ત હોવાનાં કારણે આખરે પોલીસે ફરિયાદ દાખલ કરાવી છે. 

નપુંસક પતિએ આપ્યું કઇ નહી અને લેવાનું ચાલુ કર્યું
અમદાવાદના સૈજપુરમાં રહેતી 26 વર્ષીય યુવતી બેંકમાં ચાર વર્ષથી નોકરી કરે છે. તેના લગ્ન હાંસોલમાં રહેતા યુવક સાથે વર્ષ 2018માં થયા હતા. લગ્ન બાદ યુવતીએ તેના સાસરે સંયુક્ત પરિવાર સાથે રહેવાનું ચાલુ કર્યું હતું. સુહાગરાતથી માંડીને આટલા વર્ષો સુધી તેનો પતિ સતત તેનાથી દુર રહ્યો હતો. એટલે સુધી કે થાઇલેન્ડ અને ફૂકેત ગયા ત્યાં પણ તેમણે સંબંધ બાંધ્યા નહોતા. જો કે યુવતી સમગ્ર વાત જાણી ગઇ હતી પરંતુ તેણે પોતાનાં પતિને સાંત્વના આપી હતી બધુ સારુ થશે તેવી સાંત્વના આપી હતી. જો કે સાસુ અને પતિએ યુવતી પર ત્રાસ ગુજારવાનું ચાલુ કરતા આખરે કંટાળેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. 

મહિલા બિમાર હોય તો પણ પતિ પરાણે બાંધતો શારીરિક સંબંધ
બીજી તરફ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું કે, હાઇપ્રોફાઇલ જીવન જીવતા પરિવારમાં સાસુ-સસરા મોડી રાત સુધી પાર્ટીઓ કરતા. ઘરની ચાવી પણ તેને આપતા નહોતા જેથી તેને ઘરની બહાર બેસી રહેવું પડતું હતું. સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જો કે એટલું ઓછું હોય તેમ દહેજ મુદ્દે પણ માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. શહેરમાં હોસ્પિટલ ખોલવી હોવાથી 50 લાખ રૂપિયાનું દહેજ માંગ્યું હતું. પતિ દ્વારા દહેજનાં નામે પોતે બિમાર હોય ત્યારે પણ શારીરિક સંબંધ બાંધીને ત્રાસ ગુજારવામાં આવતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news