અમદાવાદ: ગાયક ભૂમિ પંચાલનું અપહરણ કરી ખંડણી માગનાર બે બુટલેગરની ધરપકડ

રામોલમાં આતંક મચાવનારા બૂટલેગરના બે સાથીદારોને રામોલ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે પકડેલા બન્ને શખ્સોએ મહિલા ગાયકના અપહરણ અને ખંડણી માંગવાની ઘટનામાં તથા પોલીસ પર હુમલાની ઘટનામાં બુટલેગરોને મદદ કરી હતી. જો કે, આતંક મચાવનારા મુખ્ય બૂટલેગરોને પકડવામાં હજુ સુધી પોલીસ સફળ રહી નથી. 
 

અમદાવાદ: ગાયક ભૂમિ પંચાલનું અપહરણ કરી ખંડણી માગનાર બે બુટલેગરની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: રામોલમાં આતંક મચાવનારા બૂટલેગરના બે સાથીદારોને રામોલ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે પકડેલા બન્ને શખ્સોએ મહિલા ગાયકના અપહરણ અને ખંડણી માંગવાની ઘટનામાં તથા પોલીસ પર હુમલાની ઘટનામાં બુટલેગરોને મદદ કરી હતી. જો કે, આતંક મચાવનારા મુખ્ય બૂટલેગરોને પકડવામાં હજુ સુધી પોલીસ સફળ રહી નથી. 

રામોલમાં રહેતી ભૂમિ પંચાલ નામની સિંગરનું પાંચ દિવસ અપહરણ થયું હતુ. તે જ દિવસે રામોલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુન ભરવાડ અને કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો હતો. આ બન્ને ઘટનાને રામોલના જ અક્ષણ ભુરિયો અને અજીત વાઘેલા નામના બે બૂટલેગરોએ અંજામ આપ્યો હતો. પોલીસે બન્ને ઘટનામાં તપાસ શરૂ કરી ત્યારે અપહરણની ઘટનામાં સાહિલ ઉર્ફ સિદ્ધાર્થની સંડોવણી સામે આવી હતી. જ્યારે પોલીસ પર હુમલાના કેસમાં રામવીરસિંહ ભદોરીયાની સંડોવણી ખુલી હતી. આજે રામોલ પોલીસે સાહિલ અને રામવીરસિંહની ધરપકડ કરી લીધી હતી.

રાજકોટ: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ

પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ બન્ને આરોપીઓ સાહિલ અને રામવીરસિંહ સૂત્રધાર અજીત વાઘેલા અક્ષય ભૂરિયાના સાગરીત છે.. જો કે, રામોલ પોલીસ હજુ સુધી સૂત્રધાર અજીત અને અક્ષયને પકડી શકી નથી..તેમને પકડી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

તહેવારોમાં સક્રીય થતી ચોર ટોળકી માટે અમદાવાદ પોલીસે ઘડ્યો માસ્ટર પ્લાન

પોલીસ પર હુમલો અને નિર્દોષની પજવણીથી રામોલની જનતા પણ પરેશાન છે...પોલીસ સૂત્રધારના સાથીદારોને પકડીને સંતોષ માની રહી છે..પરંતુ લોકોને હાંશકારો ત્યારે જ થશે જ્યારે વિસ્તારમાં આતંક મચાવનારા અક્ષય અને અજીત જેલ પાછળ ધકેલાશે.

 જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news