અમરેલી અને ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.5ની નોંધાઈ

અમરેલી અને ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.5ની નોંધાઈ

એક તરફ કોરોનાની મહામારી સામે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે બીજી બાજુ લોકોની મુશ્કેલીમાં વધારો થતાં સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં રાત્રીના 8 કલાકને 31 મિનિટે ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 અનુભવાઈ હતી. જ્યારે ભૂકંપનું એપી સેન્ટર ઉનાથી 28 કિલોમીટર ઉત્તર-પૂર્વે નોંધાયું છે.

આપને જણાવી દઈએ કે, ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલડા, ડેડાણ, હનુમાન પુર સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેમજ સાળવા, માલકનેસમાં અને ગીર સોમનાથના નાળિયેરી મોલી સહિતના પંથકમાં પણ ભૂકંપનો આચંકો અનુભવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news