મોરબી : પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળ્યાં
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીમાં મુસ્તાક મીરની સરાજાહેર હત્યા તેમજ તેના ભાઈ આરીફ મીરને મારવા માટે ભાડુતી મારા મોકલાવનારા હિતેન્દ્રસિંહ ઝાલાને એક દિવસ પહેલા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબીની કોર્ટમાં લઈ આવવામાં આવતો હતો, ત્યારે ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. હાલ પોલીસે તેને પકડવા માટે જુદીજુદી દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે. ત્યારે મોરબી એ-ડિવીઝન પોલીસ દ્વારા આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ આરોપીના ઘરમાંથી હાલમાં 18 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. ત્યારે હિતુભાના બે સગા ભાઈઓની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરાઈ છે.
મોરબી શહેરના શનાળા રોડ ઉપર હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા ફાયરીંગ કરીને મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલ હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો. ત્યાર બાદ કાલીકા પ્લોટમાં રહેતા મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર ઉપર ભાડૂતી મારા મોકલાવીને હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા જીવલેણ હુમલો પણ કરાવવામાં આવ્યો હતો. આ બનાવ બાદ અમદાવાદ એટીએસ દ્વારા હિતેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હિતેન્દ્રસિંહ ઝાલાને બે દિવસ પહેલા મોરબી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યારે ધ્રાંગધ્રા ઓનેસ્ટ હોટેલ નજીકથી પોલીસ જાપતામાંથી તે ફરાર થયો હતો. હાલ આ કેસમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ અને હિતેન્દ્ર ઝાલા સહિત કુલ સાત લોકો સામે ગુનો નોંધાયો હતો. પીએસઆઈ સહિતના ચાર પોલીસ કર્મચારી અને આરોપી જે ગાડીમાં ભાગી ગયો હતો તે ડ્રાઈવરની ગાડી સાથે ધરપકડ કરાઈ છે. જોકે, આરોપી હિતેન્દ્ર હજી પકડાયો નથી. જેને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે.
મોરબી નજીકના શકત શનાળા ગામે આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાના ઘરે મોરબી એ-ડિવીઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેના ઘરમાંથી 18 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે આરોપીના બંને ભાઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સુરેન્દ્રસિંહ ઝાલા ઉપર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે