સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અકસ્માતમાં 17 ઘાયલ, ઇમરજન્સી સારવાર માટે હેલિકોપ્ટરનો થયો ઉપયોગ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ભારે ઘસારો રહે છે. જેમાં રજાના દિવસે બમણા પ્રવાસીઓ આ તરફ આવતા હોય આજે શનિવાર અને જન્માષ્ટમીની રજાના કારણે પ્રવાસીઓ વધતા સ્ટેચ્યુ પર પ્રવાસીઓને લઈ જતી બે બસ વચ્ચે અકસ્માત થતા 17 જેટલા મુસાફરોને ઇજા થઈ હતી. જેથી તંત્ર દોડતું થઈ ગયું હતું.
 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અકસ્માતમાં 17 ઘાયલ, ઇમરજન્સી સારવાર માટે હેલિકોપ્ટરનો થયો ઉપયોગ

જયેશ દોશી/ રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ભારે ઘસારો રહે છે. જેમાં રજાના દિવસે બમણા પ્રવાસીઓ આ તરફ આવતા હોય આજે શનિવાર અને જન્માષ્ટમીની રજાના કારણે પ્રવાસીઓ વધતા સ્ટેચ્યુ પર પ્રવાસીઓને લઈ જતી બે બસ વચ્ચે અકસ્માત થતા 17 જેટલા મુસાફરોને ઇજા થઈ હતી. જેથી તંત્ર દોડતું થઈ ગયું હતું.

જન્માષ્ટમીની રજાના કારણે સ્ટે્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યા વધતા સ્ટેચ્યુ પર પ્રવાસીઓને લઈ જતી લાવતી બસ સ્ટેચ્યુથી એક કિમિ દૂર આવેલા લીમડી ગામ પાસે રોડ પર પલટી ખાતા અંદર બેઠેલા પ્રવાસી મુસાફરોમાં બુમાબુમ મચી હતી. ત્યારે ઇમર્જન્સી વાહનો અને સ્થાનિક લોકો સહીત અન્ય સ્ટેચ્યુ પર આવતા જતા લોકો બચાવ કામગીરી માટે દોડ્યા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક પલ્ટી ખાધેલી બસ માંથી બહાર કાઢી ગરુડેશ્વર, રાજપીપળાના સરકારી દવાખાને પહોંચાડ્યા હતા. અકસ્માતમાં લગભગ 17 જેટલા પ્રવસીઓને ઇજા થઈ જે પૈકી બેને બરોડા અને ત્યાંથી અમદાવાદ રીફર કરાયા હતા.

પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા ગોધરાના 80થી વધુ લોકો, પરિજનોમાં આક્રંદ

મળી રહેલી માહિતી મુજબ આગળ ચાલતી બસ આગળ એક બાઈક ચાલાક આવી જતા તેને બચાવવા બસ ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલી બીજી બસ આગલી બસમાં ઘૂસી જતા બસ પલ્ટી મારી ગઇ હતી. જેમાં બાઈક ચાલાક સહીત બસમાં બેઠેલા પ્રવાસીઓને ઈજાઓ થઈ અને બાઈકને પણ નુકસાન થયું હતું.

જૂનાગઢ: સિંહણ સરિતાએ જન્મ આપેલા ચાર સિંહ બાળામાંથી બેના મોત

આ ઘટનાની જાણ થતાંજ નર્મદા કલેક્ટર અને સ્ટેચ્યુના સીઈઓ આઈ.કે પટેલ અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા. નર્મદા કલેક્ટર અને સ્ટેચ્યુના સીઈઓ આઈ.કે પટેલના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં કુલ 17 જેવા પ્રવાસીઓને ઇજા થઈ અને બે વધુ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને વડોદરા રીફર કરાયા હતા. જે પૈકી એક પ્રવાસીને એસઓયુના હેલિકોપ્ટર દ્વારા વડોદરાથી અમદાવાદ ખસેડાવામાં આવ્યો હતો.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news