ઉપવાસનો 16મો દિવસ: હાર્દિક હોસ્પિટલમાંથી થઇ શકે છે ડિસચાર્જ, નિવાસ સસ્થાને તડામાર તૈયારીઓ શરૂ

હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે, ત્યારે ઉપવાસના 16માં દિવસે તેને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવે તેવી શક્યતા

ઉપવાસનો 16મો દિવસ: હાર્દિક હોસ્પિટલમાંથી થઇ શકે છે ડિસચાર્જ, નિવાસ સસ્થાને તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 16મો દિવસ છે. અત્યારે હાર્દિકને એસજીવીપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેની તબીયત સુધારા પર છે. હાર્દિક હોસ્પિટલમાં છે અને તો પાસે આંદોલનને મોટું કરવાનો ઈરાદો બનાવી લીધો હોય તેમ હાર્દિકના નિવાસ સ્થાન ગ્રીનવુડ રિસોર્ટમાં સ્થાને પાસ દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો ગ્રીનવુડ રિસોર્ટ બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

હાર્દિકે કહ્યું મને હોસ્પિટલમાંથી રજા આપો 
હાર્દિક પટેલને કિડનીમાં તકલીફ હોવાનું જણાવી ડોક્ટર તેને વધુ સારવાર લેવું કહી રહ્યા છે. જ્યારે હાર્દિક ડિસ્ચાર્જ થવા માટે ડોક્ટરને કહ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, ડોક્ટર રિપોર્ટ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવો કે નહીં તે નક્કી કરાશે.

Hardik-Patel-House

હાર્દિક હોસ્પિટલમાં રહ્યોને મંડપ મોટો થઈ રહ્યો
પાસ દ્વારા કરવામાં આવેલી રણનીતિ અનુસાર જ હાર્દિક પટેલને હોસ્પિટલમાં મોકલ્યો હોય તેવી રીતે ઉપવાસી હાર્દિકની પહેલા સોલા સિવિલ અને બાદમાં એસજીવીપીમાં સારવાર કરવા ખસેડ્યો હોઈ શકે છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલતી રહી તે દરમિયાન ઉપવાસી છાવણી મોટી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સ્ટેજ અને મંડપને મોટો કરાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખાણીપીણીની વ્યવસ્થા કરી દેવાઈ
હાર્દિક હોસ્પિટલમાં હતો તેનો ફાયદો ઉઠાવીને પાસની ટીમે ઉપવાસી છાવણીમાં આવતા સમર્થકોને નાસ્તા-પાણી કરાવવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી. મોટી સંખ્યામાં ખાણીપાણીનો મોટો જથ્થો છાવણીમાં લાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

હાર્દિકના સમર્થનમાં થયો મોટો ઉછાળો
હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ છે ત્યારે તેના સમર્થનમાં શરૂઆતમાં ખૂબ ઓછા લોકોને અંદર પ્રવેશ અપાયો હતો. પરંતુ 11માં દિવસે સરકાર જાગતા અન્ય લોકોને મોટા પ્રમાણમાં જવા દેવામાં આવતા હતાં. તે દરમિયાન હાર્દિક હોસ્પિટલ જતાં તેને સમર્થન ઘટ્યું હોવાની અટકળો લાગી રહી હતી પરંતુ સ્પ્રિંગ ઉછળે તેવી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં પાટીદારો અને અન્ય સમાજનાલોકો તેના સમર્થનમાં બહાર નીકળતાં જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news