હાર્દિકના ઉપવાસનો 15મો દિવસ: શરદ યાદવના હસ્તે હાર્દિકે પીધુ પાણી

ઉપવાસના 15માં દિવસે હાર્દિક પટેલની મુલાકાતે રાષ્ટ્રીય નેતાઓ આવશે, એ રાજા,શરદ યાદવએ લીધી મુલાકાત
 

હાર્દિકના ઉપવાસનો 15મો દિવસ: શરદ યાદવના હસ્તે હાર્દિકે પીધુ પાણી

અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આજે 15મો દિવસ છે. હાર્દિકની તબિયત લથડતા ઉપવાસના 14 દિવસે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેને શહેરની SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શનિવારો 11-30 કલાકે સમાજવાદી પક્ષના નેતા શરદ યાદવ હાર્દિકની મુલાકાત લીધી હતી..હાર્દિકે શરદ યાદવના હસ્તે પાણી પીધું હતું. શરદ યાદવે હાર્દિકને કહ્યું કે, લડાત લડવા માટે સ્વાસ્થ્ય સારૂ હોવું જરૂરી છે, આજે હાર્દિકે પાણી પીવાની શરૂઆત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક જમવાનું પણ ડોકટરના કહેવા પ્રમાણે શરૂ કરશે.

હાર્દિકની સાથે મુલાકાત કર્યા બાદ શરદ પવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અનામતનો મુદ્દે સરકારે વિચાર કરવો જોઇએ. અને સંવિધાન મુજબ જો અનામત મળતું હોય તો પાટીદારોને અનામત આપવું જોઇએ.

સ્વામી અગ્નિવેશ તથા એ રાજા પણ લેશે મુલાકાત
હાર્દિક પટેલને SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે ઉપવાસ આંદોલનમાં 15માં દિવસે ડી.એમ.કે નેતા એ રાજા અને ઇલિયાસ આઝમી 12-30 કલાકે હોસ્પિટલ ખાતે તેમની મુલાકાત લેવા માટે પહોચશે. જ્યારે બપોરે 2 કલાકે ધર્મગુરુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ તથા આમઆદમી પાર્ટીના નેતા કર્નલ દેવેન્દર શેરાવત એસજીવીપી હોસ્પિટલમાં હાર્દિકની મુલાકાત લેશે. 

 

— Hardik Patel (@HardikPatel_) September 7, 2018

 

હાર્દિકે ફરીથી ટ્વીટ કરીને જણાવ્યું કે, મારા અનિશ્ચિતકાલીન ઉપવાસ ચાલુ જ છે. મને ગ્લૂકોઝની બોટલ ચડાવાઈ છે. મારો અન્ન અને જળનો ત્યાગ ચાલુ છે. લડીશ, પરંતુ હાર નહીં માનું. ખેડૂતો અને સમુદાયના ગરીબ લોકો માટે મરતા દમ સુધી લડતો રહીશે. 

હાર્દિક અને પાસ સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણ બાદ સોલા સિવલિ દ્વારા હાર્દિકને તેની સ્વેચ્છાએ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અહીંથી, હાર્દિકને એક વિશેષ આઈસીયુ એમ્બ્યુલન્સમાં એસજીવીપી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હાર્દિકને સંપૂર્ણ પોલીસ સુરક્ષા સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સોનોગ્રાફી સહિતના તમામ પ્રકારના ટેસ્ટ હાથ ધરાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news