ગુજરાતના દરેક માતા પિતાએ જાણવા જેવો કિસ્સો! સુરત અને ભાવનગરમાં બની હચમચાવી નાંખે તેવી ઘટના

સુરત અને ભાવનગરમાં બે મોટી ઘટનાઓ સામે આવી છે. જેમાં હીરાના વેપાર સાથે સંકળાયેલા સુરત શહેરના હીરાના વેપારીના 14 વર્ષીય પુત્રએ ટ્યુશન થી આવ્યા બાદ આપઘાત કરી લીધો હતો, જ્યારે ભાવનગરમાં ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત થયું છે. 

ગુજરાતના દરેક માતા પિતાએ જાણવા જેવો કિસ્સો! સુરત અને ભાવનગરમાં બની હચમચાવી નાંખે તેવી ઘટના

ઝી બ્યુરો/ભાવનગર/સુરત: આજકાલ દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા હોય છે, તેમ છતાં ફાસ્ટ જિંદગીના ચક્કરમાં પોતાના સંતાનો પર નજર રાખી શકતા નથી. ત્યારે આજે સુરત અને ભાવનગરમાં બે મોટી ઘટનાઓ સામે આવી છે. જેમાં હીરાના વેપાર સાથે સંકળાયેલા સુરત શહેરના હીરાના વેપારીના 14 વર્ષીય પુત્રએ ટ્યુશન થી આવ્યા બાદ આપઘાત કરી લીધો હતો, જ્યારે ભાવનગરમાં ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત થયું છે. 

સુરતમાં 14 વર્ષીય પુત્રનો આપઘાત
સુરત શહેરના હીરાના વેપારીના 14 વર્ષીય પુત્રએ ટ્યુશનથી આવ્યા બાદ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બન્યા બાદ 14 વર્ષીય અયાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં અયાને શા માટે જિંદગીનું છેલ્લું પગલું ભર્યું તે અંગે હાલ ઉમરા પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સીટી લાઈટ વિસ્તાર ખાતે આવેલા ક્રિશ એન્કલેવમાં રહેતા હીરા વેપારી જીગર વિદાણીની કાર રીપેર કરવા માટે સર્વિસ સેન્ટર ગયા હતા. તે દરમિયાન ઘરમાં તેમનો 14 વર્ષીય પુત્ર અયાન વિધાણી એકલો હતો. અયાન ટ્યુશનથી ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં કોઈ સભ્ય નહોતો. ત્યારે તેણે ઘરમાં આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ બિલ્ડીંગના રહીશો અને સિક્યુરિટી ગાર્ડે આ અંગેની જાણકારી જીગર વિદાણીને આપી હતી અને તાત્કાલિક અયાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગરમાં ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત 
ભાવનગરમાં પણ દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું કરૂણ મોત થયું છે. શહેરના તિલકનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં આ ઘટના બની છે. જ્યાં ચોથા માળેથી રમતા-રમતા પડી જતા બાળકીનું મોત થયું છે. ચાર વર્ષની નિત્યા મારું નામની બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ બનાવ બનતા આવાસ યોજનામાં લોકો એકઠા થઇ ગયા હતા અને નિત્યાના મૃતદેહને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news