Corona Update: ભરૂચમાં 14 તો પાટણમાં 8 નવા પોઝિટિ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસ મામલે ચોથા સ્થાન પર રહેલ ગુજરાતમાં કેસ ઘટવાના નામ નથી લઈ રહ્યાં. કેટલાક જિલ્લા એવા છે, જ્યાં રોજેરોજ 5 થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ પાટણમાં આજે વધુ 8 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.
Corona Update: ભરૂચમાં 14 તો પાટણમાં 8 નવા પોઝિટિ કેસ નોંધાયા

ઝી મીડિયા/બ્યૂરો: દેશમાં કોરોનાના કેસ મામલે ચોથા સ્થાન પર રહેલ ગુજરાતમાં કેસ ઘટવાના નામ નથી લઈ રહ્યાં. કેટલાક જિલ્લા એવા છે, જ્યાં રોજેરોજ 5 થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ પાટણમાં આજે વધુ 8 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 500ની આસપાસ નવા દર્દીઓ નોંધાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃતકોનો આંકડો 1592 પર પહોંચ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં 8, ભરૂચ શહેરમાં 4, વાગરામાં 1 અને ઝઘડિયામાં 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 128 પર પહોંચી ગઈ છે.

તો બીજી તરફ પાટણમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ આવ્યા છે. જેમાં 7 પુરૂષ અને 1 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. શહેરના ગિરધારી પાડામાં 58 વર્ષીય પુરૂષ, ગોકુલધામ સોસાયટીમાં 45 વર્ષીય સ્ત્રી, સુભાષ ચોક વિસ્તારમાં 55 વર્ષીય પુરૂષ, માળીની ખડકીમાં 62 વર્ષીય પુરૂષ, ગોદડના પાડામાં 47 વર્ષીય પુરૂષ, પટોળાવાળી શેરીના નાકે 48 વર્ષીય પુરૂષ, ગેલેક્ષીમાં 29 વર્ષીય યુવક અને દ્વારકા નગરી સોસાયટીમાં રહેતા 38 વર્ષીય પુરૂષને કોરોનો પોઝિટિવ આવ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 138 પર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news