Coronavirus: પાટણમાં 11 કેસ તો ભાવનગરમાં 9 કોરોના પોઝિટિવ કેસ, જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ

Coronavirus: પાટણમાં 11 કેસ તો ભાવનગરમાં 9 કોરોના પોઝિટિવ કેસ, જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર કરી ગઇ છે. તો રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1800એ પહોંચી ગયો છે. જો કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે આવો જોઇએ ક્યાં કેટલા કેસ નોંધાયા છે.

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે. જેમાં ત્રણ સ્ત્રી અને બે પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાધનપુરમાં રહેતા 61 વર્ષીય પુરૂષ, સિદ્ધપુરના રાજપુરમાં 75 વર્ષીય મહિલા, પાટણ શહેરમાં 60 વર્ષીય પુરૂષ, સાંતલપુરના પરામાં 30 વર્ષીય મહિલા, સાંતલપુરના વારાહીમાં 74 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો એકનું મોત થતા જિલ્લામાં કુલ મૃત્યુઆંક 22 થયો છે. પાટણ જિલ્લામાં કોરોનાનો આંક 210 પર પહોંચ્યો છે.

ભાવનગર જિલ્લામાં વધુ 9 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. મારૂતિ ઇમ્પેક્સના મેનેજર અને બુધેલ ગામના 46 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહુવાના ભાદર ગામે 32 વર્ષીય યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાનો આંક 264 પર પહોંચ્યો છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અંકલેશ્વરમાં 6, ભરૂચ શહેરમાં 1 અને જંબુસરમાં 1 કેસ સામે આવ્યો છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 227 પર પહોંચી ગઈ છે. વડોદરાના પાદરામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. પાદરામાં કુલ આંક 110 થયો છે. કેસ વધતા તંત્રએ ધામા નાખ્યા છે. દિવસે દિવસે પાદરામાં કોરોનાના આંક વધી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં આજે વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં કડીમાં 3 અને મહેસાણામાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 203 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે. આજ રોજ 4 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ 67 કેસ એક્ટિવ છે. જ્યારે 194 લોકોએ કોરોનાને માત આપી છે.

અમરેલી જિલ્લામાં આજે વધુ 3 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. ખાંભાના રાણીગપરા ગામમાં 49 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સાવરકુંડલામાં 24 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાવરકુંડલાના વંડા ગામે 51 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાને લઇ 6 લોકોના મોત થયા છે. 34 લોકો સાજા થયા છે. 43 કેસ એક્ટીવ છે. જિલ્લામાં કુલ 83 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

બોટાદ શહેરમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મોટીવાડી વિસ્તારમાં 54 વર્ષીય પુરૂષ અને 45 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દીઓને સારવાર માટે કોવિડ-19 હોસ્પિટલમાં ખસેવડવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાના કુલ 92 કેસ છે તેની સામે 66 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજ દિવસ સુધીમાં 3 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ જિલ્લામાં 23 કેસ એક્ટિવ છે.

ઓલપાડ તાલુકમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઓલપાડના મૂળદ અને કીમ ગામે 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. કીમ પોલીસ સ્ટેશનના GRD જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ કીમ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓલપાડ તાલુકામાં હાલ કોરોનાના કેસની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે.

મોરબીમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી શહેરની અવની ચોકડી અને પુનીતનગરમાં એક-એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે યુવા ડોક્ટર સહિતના બંને દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રએ કામગીરી હાથ ધરી છે.

દાહોદમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 29 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા વડોદરા સારવાર માટે ગઈ હતી. હાલ મહિલા વડોદરાના પાણીગેટના કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news