PM મોદીના સંબોધનના 10 મહત્વના મુદ્દા, કહ્યું-ગુજરાતના અનેક સ્થળો મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે

જાણી લો પીએમ મોદી (narendra modi) ના સંબોધનની 10 મહત્વની વાતો, જેમાં તેઓએ ગુજરાતના બે દાયકાના વિકાસથી લઈને ભવિષ્યમાં ગુજરાત ટુરિઝમ થકી કેવી રીતે આવક મેળવી શકે છે તે સૂચવ્યું

PM મોદીના સંબોધનના 10 મહત્વના મુદ્દા, કહ્યું-ગુજરાતના અનેક સ્થળો મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે

ઝી મીડિયા/બ્યૂરો :પીએમ મોદીએ આજે ગુજરાતમાં 3 નવી યોજનાઓને લોકો સામે ખુલ્લી મૂકી છે. આ ખેડૂતો માટે સર્વોદય યોજના, અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ અને ગિરનાર રોપવેથી
ગુજરાતના વિકાસને નવો વેગ મળશે. આ ત્રણેય પ્રકલ્પોને ખુલ્લા મૂકતા પીએમ મોદીએ કહ્યું કે, આજે ગુજરાતમાં ત્રણ મહત્વના પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. આ ત્રણેય એક પ્રકારે ગુજરાતની શક્તિ, ભક્તિ અને સ્વાસ્થયના પ્રતિક છે. ગુજરાત હંમેશાથી સાધારણ સામ્યર્થવાળા લોકોની ભૂમિ રહી છે. બાપુથી લઈને સરદાર પટેલ સુધીના લોકોએ દેશને સામાજિક અને આર્થિક નેતૃત્વ આપ્યું છે. ત્યારે જાણી લો પીએમ મોદી (narendra modi) ના સંબોધનની 10 મહત્વની વાતો, જેમાં તેઓએ ગુજરાતના બે દાયકાના વિકાસથી લઈને ભવિષ્યમાં ગુજરાત ટુરિઝમ થકી કેવી રીતે આવક મેળવી શકે છે તે સૂચવ્યું હતું. 

1. 
તેમણે કહ્યું કે, સુજલામ સુફલામ ને સૌની યોજના બાદ સૂર્યોદય યોજના ગુજરાતના ખેડૂતો માટે પાયાનો પત્થર સાબિત થશે. વીજળીના ક્ષેત્રમાં વર્ષોથી ગુજરાતમાં જે કામ થઈ રહ્યા હતા તે આ યોજનાના મોટા આધાર બન્યા હતા. એક સમયે ગુજરાતમાં વીજળીની અછત હતી. 24 કલાક વીજળી આપવી મોટી ચેલેન્જ રહેતી. આ કારણે અન્ય બાબતો પ્રભાવિત થતી. આ કારણે મિશન મોડ પર કામ કરવામાં આવ્યું. 

2.
સૌર ઉર્જા માટે એક દાયકા પહેલા વ્યાપક નીતિ બનાવનાર ગુજરાત દેશનું પહેલુ રાજ્યું હતું. 2010માં પાટણમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન થુયં હતું. ત્યારે કોઈએ કલ્પના ન કરી હતી કે ભારત દુનિયાને રસ્તો બતાવશે. ભારત સોલાર પાવરના ઉત્પાદન અને ઉપયોગ બંને મામલે દુનિયાના અગ્રણી દેશોમાં છે. તમણે જણાવ્યું કે, ગત 6 વર્ષમાં દેશ સૌર ઉર્જાના ઉત્પાદન મામલે દુનિયામાં 5 માં નંબર છે. દેશ તેજીથી આગળ વધી રહ્યો છે. 

આ પણ વાંચો : ગિરનાર પર બનેલો રોપવે માત્ર 7 મિનીટમાં અંબાજી મંદિર સુધી પહોંચાડશે, ભાડું માત્ર 400 રૂપિયા 

3. 
બહુ ઓછા લોકોને ખબર હશે કે ખેડૂતોને રાત્રે વીજળી મળે છે. આવામાં ખેડૂતોને રાતભર જાગવુ પડે છે. જુનાગઢ, ગીર સોમનાથમાં જ્યા આ યોજના શરૂ થઈ રહી છે, ત્યા જંગલી જાનવરોનો પણ ખતરો રહે છે. તેથી આ યોજના ન માત્ર રાજ્યના ખેડૂતોને સુરક્ષા આપશે, પરંતુ તેમના જીવનમાં નવી સવાર પણ લાવશે. રાતને બદલે દિવસ દરમિયાન થ્રી ફેઝ વીજળી મળશે તો વિકાસ થશે. 

4.
આગામી દિવસોમાં 1000 થી વધુ ગામમાં આ યોજના લાગુ થઈ જશે. જ્યાં મોટાભાગના આદિવાસી વિસ્તાર છે. આ યોજના ખેડૂતોની જિંદગીની ધરમૂળથી બદલી દેશે. દેશનું એગ્રિકલ્ચર સેક્ટર મજબૂત થાય, ખેડૂતને ખેતીમાં મુશ્કેલી ન થાય તે માટે નવી નવી પહેલ કરવામાં આવી રહી છે. દેશમાં આજે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અનેક સંસ્થાનોને બંજર જમીન પર નાના સોલાર પ્લાન્ટ લગાવવામાં સહાયતા આપવામાં આવી રહી છે. સોલાર પંપને ગ્રીડ સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેથી ખેતીમાં પેદા થતી વીજળીને ઉપયોગ કરશે, અને વધારાની વીજળી વેચી પણ શકશે. 

5.
ગુજરાતમાં પાણીની શુ સ્થિતિ છે તે આપણે બધા જાણીએ છીએ. બજેટનો મોટાભાગનો ભાગ પાણી માટે ખર્ચવો પડતો હતો. ગુજરાત પર આર્થિક બોજ મોટો રહેતો હતો. બે દાયકાના પ્રયાસથી ગુજરાતના ગામડા સુધી પાણી પહોંચી ગયું છે, જ્યાં કોઈ પહેલા વિચારી પણ શક્તુ ન હતું. ગુજરાતના 80 ટકા ઘરમાં નલથી જલ પહોચી ગયું છે. જલ્દી જ ગુજરાત એ રાજ્યમાં હશે જ્યાં દરેક ગરમાં પાઈપથી જળ પહોંચશે. 

આ પણ વાંચો : PM મોદીએ ગુજરાતની જનતાને આપી 3 મોટી ભેટ, ખુલ્લો મૂક્યો ગિરનાર રોપ-વે 

6 .
પીએમ મોદીએ ખેડૂતોને  ‘પર ડ્રોપ, મોર ક્રોપ’ મંત્ર આપ્યો. દિવસમાં વીજળી મળશે તો પાણી બચાવવા પર જોર આપવું પડશે. એવુ નહિ કરીએ તો ગુજરાત બરબાદ થઈ જશે. દિવસમાં વીજળી મળવાથી ખેડૂતો માટે માઈક્રો ઇરિગેશનની વ્યવસ્થા કરવી સરળ બની જશે. ગુજારતે આ દિશામાં અનેક પ્રગતિ કરી છે. આ યોજનાથી તેના વિસ્તારમાં મદદ મળશે. 

7.

યુએન મહેતા હોસ્પિટલ વિશે કહ્યું કે, હાર્ટની હોસ્પિટલ દેશભરના લોકો માટે મોટી સુવિધા છે. બે દાયકામાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. મેડિકલ કોલેજ, હેલ્થ સેન્ટર, ગામને સુવિધા આપવાનું મોટું કામ કર્યું છે. દેશમાં પણ હવે સ્વાસ્થય સેવા યોજના શરૂ થઈ છે, તેનો લાભ પણ ગુજરાતને મળી રહ્યો છે. જેનરિક સ્ટોર ગુજરાતમાં ખૂલ્યા છે. તેમાંથી 100 કરોડની બચત ગુજરાતના સામાન્ય દર્દીઓને મળી છે. 

8.
ગિરનાર રોપવેને ખુલ્લો મૂકતા પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતને ગિરનાર રોપવેની જે ભેટ મળી છે, તેમાં આસ્થા અને પર્યટન બંને જોડાયેલા છે. ગિરનાર પર્વત પર દત્તાત્રણ શિખર, જૈન મંદિર, ગોરખપુર શિખર પણ છે. અહી આવીને લોકોને શાંતિનો અનુભવ થાય છે. અહી રોપવે બનવાથી બધાને સુવિધા મળશે. સૌને દર્શનનો અવસર મળશે. મંદિર સુધી જવા 5-6 કલાકનો સમય લાગતો હતો, તે હવે 7-8 મિનીટમાં પહોંચી જવાશે. નવી સુવિધા બાદ અહી વધુ શ્રદ્ઘાળુ, પર્યટકો આવશે. આજે જે રોપવેની શરૂઆત થઈ છે, તે ગુજરાતનો ચોથો રોપવે છે. અંબાજી, પાવાગઢ, સાતપુડામાં પણ રોપવે છે. અગાઉ ગિરનાર રોપવેમાં અડચણો ન આવી હોત તો તે આટલા વર્ષોથી અટક્યો ન હોત. લોકોને તેનો લાભ જલ્દી જ મળી શક્યો હોત. ગિરનાર રોપવેથી સ્થાનિક યુવાઓને રોજગારીના અવસર મળશે. ટુરિસ્ટને આધુનિક સુવિધા આપીશું તો જ તેઓ આવશે. તેઓને ઈઝ ઓફ લિવિંગ, ઈઝ ઓફ ટ્રાવેલિંગ જોઈતુ હોય છે. 

આ પણ વાંચો : અમદાવાદના રસ્તા પર AMTS બની મોતની સવારી, અમરાઈવાડી પાસે વૃદ્ધ મહિલાને કચડી

9. 
ગુજરાતમાં અનેક જગ્યાઓમાં દુનિયાના મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની અપાર શક્યતાઓ છે. ખાસ કરીને માતાજીના સ્થાન. ગુજરાતના દરેક ખૂણામાં શક્તિરૂપેણ માતાઓ છે. કહી શકાય કે ગુજરાતમાં એક પ્રકારની શક્તિનો વાસ છે. જેની ક્ષમતાઓ અદભૂત છે. દ્વારકા પાસે શિવરાજપુર બીચને બ્લ્યૂ ફ્લેગ બીચનું ટેગ મળ્યું છે. આવુ થવાથી મુસાફરો આવશે, સાથે રોજગારના નવા અવસર મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટું ટુરિસ્ટ એટ્રેક્શન બની ગયું છે. કોરોના પહેલા 45 લાખથી વધુ લોકો યુનિટી નિહાળી ચૂક્યા છે. અમદાવાદમાં એક સમયે કાંકરિયા લેકથી કોઈ પસાર થતુ ન હતું. આજે રિનોવેશન બાદ વાર્ષિક 75 લાખ લોકો કાંકરિયાની મુલાકાત લે છે.

10.
ટુરિઝમ ક્ષેત્રે આવેલા પરિવર્તન ટુરિસ્ટની વધતી સંખ્યા ને સ્થાનિક લોકોની આવક વધારવા મદદ કરે છે. ટુરિઝમમાં ઓછી પૂંજી લાગે છે અને વધુ રોજગાર મળે છે. વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓને કહેવા માંગું છું, જો ગુજરાત આપણે ત્યા નવા આકર્ષણનું કેન્દ્ર બનાવી રહ્યું છે તો તેઓ આ પ્રોજેક્ટ તરફ દુનિયાને આકર્ષિત કરે. દુનિયાને તેનાથી પરિચિત કરાવો. ગુજરાત વિકાસની નવી યોજના પર પહોંચે તેવી મારી પ્રાર્થના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news