1 ઈંચ વરસાદ બાદ અમદાવાદમાં નુકસાની સર્જી, અનેક વૃક્ષો ધરાશાયી

1 ઈંચ વરસાદ બાદ અમદાવાદમાં નુકસાની સર્જી, અનેક વૃક્ષો ધરાશાયી
  • પ્રહલાદ નગરમાં આવેલ હરણવાળા સર્કલ પાસે કોરોના માટે બનાવેલો રેપિડ ટેસ્ટીગ ડોમ પણ ધરાશાયી થયો
  •  શેલબી હોસ્પિટલ પાસે ઝાડ પડ્યું છે. જેના કારણે વીજ વાયર પણ તૂટ્યા છે

આશ્કા જાની/અમદાવાદ :શુક્રવારની રાત્રે અમદાવાદ (ahmedabad) માં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 1 કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં ગોતા વિસ્તારમાં 2 ઇંચ, બોડકદેવમાં, સરખેજ, પાલડી અને ઉસમાનપુરામાં 1 ઇંચ નોંધાયો હતો. સમગ્ર શહેરમાં ભારે પવન, વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. જોકે, વરસાદની ધમાકેદાર એન્ટ્રીએ ભારે નુકસાની સર્જી છે. 

અમદાવાદના ગોતા, સોલા, શીલજ, બોપલ, જગતપુર વિસ્તારમાં ભારે વરસાદ બાદ વીજળી ગુલ થવાની ઘટના બની હતી. તો કલોકમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પડેલા પવન સાથેના આગોતરા વરસાદના પગલે શહેરમાં અનેક જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટના બની છે. તેમજ બેનર પડવાની ઘટનાઓ પણ બની છે. શહેરના પ્રહલાદ નગરમાં આવેલ હરણવાળા સર્કલ પાસે કોરોના માટે બનાવેલો રેપિડ ટેસ્ટીગ ડોમ પણ ધરાશાયી થયો છે. તૌકતે વાવાઝોડા સમયે પણ ડોમની આ જ હાલત થઈ હતી અને તંત્ર દ્વારા ફરી ઉભો કરવામાં આવ્યો હતો. 

આગોતરા વરસાદમાં શહેરમાં કર્ણાવતી કલબ પાસેના સર્કલ પર આવેલું ટ્રાફિક બૂથ પણ પડી ગયું છે. આ બૂથ રસ્તા વચ્ચે આવેલું છે. જોકે આ બૂથ પડવાના કારણે કોઈને સદનસીબે કોઈ પ્રકારની ઈજા થઈ નથી. 

આગોતરા વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાઓએ ઝાડ પડવાની ઘટના બની છે. શેલબી હોસ્પિટલ પાસે ઝાડ પડ્યું છે. જેના કારણે વીજ વાયર પણ તૂટ્યા છે. ઝાડ તૂટવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા ઝડપથી ઝાડ હટાવાની કામગીરી નહિ કરવામાં આવે તો મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news