Zee News Exclusive: સુશાંત અને રિયાનો વધુ એક Unseen વીડિયો સામે આવ્યો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સુશાંત ગણિતના પ્રશ્નને સોલ્વ કરતો નજરે પડે છે. સાથે રિયા ચક્રવર્તી પણ છે.

Zee News Exclusive: સુશાંત અને રિયાનો વધુ એક Unseen વીડિયો સામે આવ્યો

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સુશાંત ગણિતના પ્રશ્નને સોલ્વ કરતો નજરે પડે છે. સાથે રિયા ચક્રવર્તી પણ છે.

ઝી ન્યૂઝના હાથમાં આ એક્સક્લૂસિવ વીડિયોમાં પુસ્તકો વચ્ચે બેઠેલો સુશાંત એકદમ ઝડપથી ગણિતના પ્રશ્ન સોલ્વ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સુશાંતના ઉપરાંત રિયા ચક્રવર્તી અને એક ત્રીજો વ્યક્તિ પણ છે.

બીજી તરફ 'બોલીવુડ ડ્રગ્સ ગેંગ' પર એનસીબીનો સંકજો કસાઇ રહ્યો છે. સૂત્રોના અનુસાર એનસીબીએ ડ્રગ્સ પાર્ટીના વાયરલ વીડિયોની તપાસ શરૂ કરી દીધી છે. જેમાં બોલીવુડના મોટા-મોટા નામ સામે છે. એનસીબીની મુંબઇ યૂનિટ વાયરલ વીડિયોની તપાસ કરી રહી છે. મનજિંદર સિંહ સિરસાની ફરિયાદ પર તપાસ શરૂ કરી દીધી છે. સિરસાએ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ હતો. ડ્રગ્સ પાર્ટીમાં કરણ જોહર, રણબીર કપૂર સહિત ઘણા સ્ટાર હાજર હતા. 

NCB ની રેડ
આ ઉપરાંત ડ્રગ્સ કેસમાં સતત રેડ પાડી રહેલી એનસીબીએ શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી લીધી. એક અધિકારીએ આ જાણકારી આપી છે.  

તેમણે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ચર લોકોમાંથી એકના ઘરે રેડ પાડતાં એનસીબીને 928 ગ્રામ ચરસ અને કેસ મળી આવી હતી. ત્રણ આન્ય શંકાસ્પદોને અલગથી કસ્ટડીમાં લેવામાં આવ્યા અને તેમની પાસેથી લગભગ 500 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.   

અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંઇ એનસીબીની એક ટીમે અંકુશ અરેંજા પાસેથી ડ્રગ તસ્કરો વિશે ગુપ્ત માહિતીના આધારે એક શંકાસ્પદને વર્સોવાથી પકડી પાડ્યો હતો. 29 વર્ષીય અરેંજા સાથે પૂછપરછ દરમિયાન આ સંદિગ્ધનું નામ સામે આવ્યું હતું. રેડમાં ટુકડીને 928 ગ્રામ ચરસ અને 4,36,000 રૂપિયા કેશ મળી આવ્યા હતા. 

એનસીબીએ ત્રણ અન્ય શંકાસ્પદોને પણ પકડી પાડ્યા જેમની પાસેથી કુલ 490 ગ્રામ ગાંજો મળી આવ્યો. અરેંજા એનસીબી દ્વારા પહેલાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંથી એક છે. કસ્ટડીમાં લેવામાં આવેલા તમા શંકાસ્પદો સાથે પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં એનસીબી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિક સહિત 12થી વધુ લોકોને કસ્ટડીમાં લઇ ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news